________________
૩૨૮
નામાંકિત નાગરિક તે યુગમાં જેન અને વૈષ્ણવ વચ્ચે અરસપરસ સહચાર બહુ સારે હશે એમ લાગે છે. મુંબઈ અત્યારના પ્રમાણમાં તે વખતે ગરીબ હતું. શેઠ મોતીશાહે ગેસ્વામીની પધરામણી આડંબરપૂર્વક કરી અને પિતાને હાથે પંદર હજાર રૂપીઆની રકમ તેમને ચરણે રૂપાના થાળ ભરીને ધરી. ગોસ્વામી આશ્ચર્યચકિત થઈ ગયા. તે વખતના પ્રમાણમાં એ રકમ ઘણી અસાધારણ મોટી લાગી હશે એમ જણાય છે. ઘરના બચ્ચાં છોકરાઓએ તથા સ્ત્રીમંડળે પણ સારી રકમ શ્રીજીને ચરણે ધરી.
ગેસ્વામીજીને ખૂબ મોટે સત્કાર થયે. સ્વામીજીએ હદગાર કાઢતાં કહ્યુંઃ શેઠ! તમે પણ ખૂબ કરી. તમે શ્રાવક હેવા છતાં અમારે આટલે ભવ્ય સત્કાર કર્યો એ તે ભારે વાત કરી ગણાય! હવે અમ જોગ કેઈ કામ બતાવે.
વ્યવહારકુશળ શેઠ પગે લાગી હાથ જોડી બોલ્યાઃ સાહેબ! આપના પ્રતાપથી સર્વ રીતે આનંદ છે. આપને હું તે શું કામ બતાવું? પણ મારી એક વિજ્ઞપ્તિ છે-મુંબઈમાં ઠેરઢાંખરને બહુ દુઃખ છે, કાંઈ ઊભા રહેવાનું ઠેકાણું નથી, જે એને માટે એકાદ પાંજરું થઈ જાય તે બહુ સારું.
ગોસ્વામીએ જવાબમાં કહ્યું. એહ! શેઠ! તમે તે ભારે મજાની વાત કરી. જનાવરની દયા માટે કરવું એ તે અમારું તમારું સર્વનું કામ છે. એમાં તે શી ભારે વાત છે?
શેઠે જવાબમાં કહ્યું સાહેબ ! મારે મન તે એ મોટું કામ છે, પણ જે તમારા જેવા મહાપુરુષ એવું કામ મન પર લે, તે ઢારની પીડા સદાને માટે ટળી જાય.