________________
૧૦
નામાંકિત નાગરિક અને પિતાની પ્રજાના લેકે સારી રીતે રળે, તેમને નોકરી અને કામ મળે એમાં એ ઠાકર ગૌરવ માનતા હતા અને શેઠીયાઓ પણ એવા પ્રભાવશાળી તથા સમયજ્ઞ હતા કે તેઓ ઠાકરનું માન રાખતા અને છતાં પોતાનું ગૌરવ બરાબર જાળવતા. શેઠ હેમાભાઈને બારણે આ ઠાકોર આંટા પણ ખાતા અને હેમાભાઈ શેઠ એમને જાહેર પ્રસંગે ગાદી તકીઆનું સન્માન પણ કરતા. અરસપરસ ભક્તિ અને પ્રેમ હોઈ વિવેક જળવાતો અને વગર કચવાટે આનંદ-પ્રેમથી કામ લેવાની પદ્ધતિને સ્વીકાર થયેલ હઈ વાણુઓની રીતે તે યુગમાં કામ લેવામાં આવતું.
લેકની–સંઘાળુઓની સગવડ જાળવવા માટે ખાસ ચીવટ રાખવામાં આવી હતી. એ વાત એકલા નસીબ-કર્મને આધીન છેડી દેવામાં આવી નહોતી. ઝીણી ઝીણી તંદુરસ્તીની બાબતમાં ચીવટ રાખનારા માણસે સંઘમાં હતા અને તેઓ વ્યાધિ થાય ત્યાર પછી તેને સુધારવાની બાબત કરતાં વ્યાધિ જ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં વધારે કુશળ હતા અને આટલા હજારો લાખ માણસે એકઠા થવા છતાં કઈ જાતને રોગચાળે કે ઉપાધિ ન થયા તે સખ્ત ચીવટનું પરિણામ ગણી શકાય. પ્રાચીન વિચાર પ્રમાણે મુહૂર્તશુદ્ધિ અને ક્રિયા કરનાર–કરાવનારની વિશુદ્ધિ ઉપર આ વાતને આધાર રહે છે એમ કહેવાયું અને એ વાતમાં કઈને વાંધે ન હોય, પણ એ વાત માત્ર કર્માધીન પર છોડવામાં નહતી આવી એ બતાવવાને અત્રે પ્રયત્ન છે. ક્રિયાની વિશુદ્ધિ પર ઉપદ્રવની ગેરહાજરીને આધાર હોય તે પણ એમાં મનુષ્ય પુરુષાર્થને સહકાર તે