________________
શેઠ મોતીશાહ
૨૮૧ તેની ઉપર દશ દળ કરી તેમાં સૂર્યાદિક દેશની સ્થાપના કરવી તેનાં નામ આ પ્રમાણે સૂર્ય, ચંદ્ર, ભીમ, બુધ, ગુરુ, શુક્ર, શનૈશ્ચર, રાહુ, કેતુ અને ક્ષેત્રપાલ.
તેની ઉપર પરિધિ કરી તેને પર ચાર ચાર વજનાં ચિહ્નવાળું ચાર ખૂણાવાળું ભૂમિપુર કરવું. તેને દરેક ખૂણામાં સ, ક્ષ-વર્ણનું ચિહ્ન કરવું અને તેની મધ્યમાં વૈમાનિક, ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવોની સ્થાપના કરવી.
આ રીતે નંદ્યાવર્તની સ્થાપના કરવામાં આવે છે. મંત્રચ્ચાર કરી તે સ્થાપના પર પુષ્પાંજલિ કરવામાં આવે છે. અને અનુક્રમે અર્થ, પાઘ, ગધ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત અને નિવેદ્યનું દાન કરવામાં આવે છે.
આ આખી સ્થાપના બહુ જોવા લાયક તૈયાર થાય છે. અને વિધિ પણ બહુ વિસ્તૃત, આકર્ષક અને હૃદયંગમ થાય છે. એને ધ્યાનપૂર્વક સમજવાથી, જેવાથી અને એને અભ્યાસ કરવાથી અનેક પ્રકારના સવાલે ઉપસ્થિત થાય છે. પ્રતિષ્ઠાવિધિમાં આ પૂજન સર્વથી વધારે આકર્ષક હોવાથી તેનું અહીં વિસ્તારથી વર્ણન કર્યું છે. જેન વિધિવાદમાં દેવદેવીઓને મહત્વનું સ્થાન કયારથી મળ્યું, તેને આર્યાવર્તન મધ્યયુગીન દેવીપૂજનના પ્રચાર સાથે કેટલે સંબંધ છે તે ઈતિહાસને વિષય હોઈ એ બાબતમાં આપણે અહીં ન ઊતરી શકીએ અને વિષય અપ્રસ્તુત થઈ જાય. એમાંથી ઘણું જાણવા જેવું મળે તેમ છે તે પર ધ્યાન ખેંચી બિંબપ્રતિષ્ઠાવિધિના મહોત્સવનું વર્ણન આગળ ચલાવીએ.