________________
શેઠ મેતીશાહ
૨પ૭ શ્રી સંઘનું પાલીતાણામાં આગમન થયું, સામૈયાનું કાર્ય પૂરું થયું, ત્યાર પછીની હકીકતમાં ડેરા તંબૂ, રાવટી, સમિયાણાની હકીકત ખાસ ધ્યાન ખેંચે છે. કેટલાક સમિયાણા તે. રાજવૈભવી હતા, ઝરીના હતા, માથે દવજાપતાકા ફરકાવી પોતાની ઓળખાણ આપે તેવા હતા. નાની રાવટી, નાના મેટા તંબૂઓ અને કેટલાક સમિયાણું તે ઘર જેવી સગવડવાળા હતા. કેટલાક લકે ગાડાને શણગારી લઈ આવ્યા હતા અને ગાડામાં જ ઉપયોગી ચીજની વ્યવસ્થા કરી તેની આજુબાજુ સગવડ કરીને રહ્યા હતા. માઈલને ઘેરા હતે. છતાં ચાલવા ફરવાની ગલ્લીઓ રસ્તાઓ અને ગાડાઓને જવાના માર્ગો બરાબર રાખવામાં આવ્યા હતા. રાત્રે દરેક તંબૂવાળા પિતાને હિસાબે દીવા કરતા એટલે ચારે તરફ ઝાકઝમાળ થઈ રહેતું હતું. એનું વર્ણન કરતાં કવિ લખે છે કે-હજારે દીવાઓ એટલા ઝગમગી રહ્યા હતા કે જાણે વીજળી શેડે વખત વિસામો ખાઈ ગઈ હોય તેવો દેખાવ લાગતે એટલે વીજળી જેવો પ્રકાશ ચોમેર ફેલાઈ રહ્યો હતે. આટલા ઉપરથી રાત્રીને વખતે પ્રકાશને અંગે પણ કઈ પણ પ્રકારની અગવડ નહતી પડી અથવા પૂરતી સગવડ થઈ ગઈ હતી એમ જણાય છે.
અંજનશિલાકા માટે ગિરિરાજની તળેટી હાલ છે તેની સામી બાજુએ પૂર્વ દિશાએ આવેલ ખેતરમાં ભવ્ય મંડપ નાંખવામાં આવ્યા હતા. તે મંડપમાં પહેલી પીઠિકા બનાવી તે પર પાંચ હજાર આરસની સુંદર મૂર્તિઓને પધરાવવામાં આવી હતી. પ્રતિમાઓ એવી સરસ રીતે ગોઠવવામાં આવી હતી કે