________________
(ર૦) પ્રતિષ્ઠાને ભવ્ય સમારંભ. આ વિષય શરૂ કરતાં એક વાતની ચોખવટ કરવાની જરૂર છે. એમાં માત્ર શબ્દોના ઉપયોગની વાત છે. પણ વિચારસ્પષ્ટતા માટે એ વાત જણાવવાની ખાસ અગત્ય છે.
પ્રતિમા મૂર્તિ મુખ્યત્વે કરીને આરસના પથ્થરમાંથી બનાવવામાં આવે છે અને તે ઉપરાંત પંચ ધાતુના ઢાળીને બનાવવામાં આવે છે અને તે વખત દરમ્યાન અને બની રહે ત્યાર પછી પણ જ્યાં સુધી તેમાં ઈશ્વરપણનું આરોપણ સુવિહિત આચાર્યને હાથે કરવામાં ન આવે ત્યાં સુધી તે પૂજનિક થતી નથી. જ્યારે વિધિપૂર્વક તેના ઉપર પૂજનિકપણાનેઈશ્વરત્વને આરેપ કરવામાં આવે છે ત્યારે તે પૂજ્ય બને છે. આ પૂજ્યપણાના આરેપની વિધિને શાસ્ત્રકારે “પ્રતિષ્ઠા” કહે છે. પ્રતિષ્ઠા એટલે ઈશ્વરવના આપનું સ્થાપન. એ સંસ્કૃત આ ધાતુમાંથી શબ્દ આવે છે અને તેને ઘર ઉપસર્ગ લગાડવામાં આવે છે. પ્રતિષ્ઠાની વિધિ ઘણું વિસ્તૃત છે અને સામાન્ય વિધિથી પણ તે કરી શકાય છે. એની વિધિ કેટલા વિસ્તારથી થાય છે તે આપણે હમણું છું. એમાં મુખ્ય વિધાન “અંજન” અજવાનું હોય છે, એટલે પંચકલ્યાણક