________________
૨૪૪
નામાંક્તિ નાગરિક રવા અને ચાંદનીથી મંડપ શણગારવામાં આવ્યો હતો અને તેને અંદરના વિભાગમાં પાટ પર પ્રતિમાનાં સ્થાને કરી તે પર પ્રતિમાઓ રીતસર ગોઠવવામાં આવી હતી. બહારના વિભાગમાં પૂજા કરવા આવનાર માટે પૂજનિક પ્રતિમાઓ અને તેની આગળ ફળ, નૈવેદ્ય માટેની પાટ ગોઠવવામાં આવી હતી. બહારના મંડપમાં હજારો લોકો સાથે બેસી પૂજા ભણાવી શકે એની વ્યવસ્થા સારુ વિશાળ જગ્યા ખુલ્લી રાખવામાં આવી હતી અને ત્યાં એકી સાથે હજારો માણસ અવરજવર કરી શકે એવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી.
યાત્રાળુ સવા લાખ અને વધીને દોઢ લાખ થયું. તેને માટે કામ કરનાર અને મેળો જેવા આવનાર અન્યધમીં લેક વણું પણ એટલી જ સંખ્યામાં એકઠું થયું અને ચારે તરફ ગેમેં થઈ રહ્યું. આખા શહેરમાં જય જય દવનિ અને લોકેના મુખ પરના આનંદનું વર્ણન કરવું મુશ્કેલ છે. જાણે જીવનને મોટામાં મેટે લહાવો લેવા માટે લેકેને આ અપ્રાપ્ય અસાધારણ તક મળી હોય તેમ આ વખતે કેઈના મુખે ગ્લાનિ નહિ, કલેશ નહિ અને ચારેતરફ આનંદ-કલ્લોલ પ્રસરી રહ્યો હતો.
લોકેની સુખ-સગવડ પર દેખરેખ રાખનાર પણ ઘણું હતા. આગેવાનો ઉતારે ઉતારે અને તંબૂએ તંબૂએ ફરવા જતા. કેઈને વસ્તુની, ખાવાની કે કપડાની જરૂર હોય તે પર ધ્યાન રાખતા. કોઈ ઉતારા વગરનાં હોય તો તેને તે વિભાગના અન્ય જાત્રાળુઓ સાથે સગવડ કરાવી આપતા. સેવાભાવી માણસને પણ પાર ન હતું. પાણીથી માંડીને નાની મોટી સગવડ માટે અનેક માણસે દિવસરાત મહેનત કરી રહ્યા હતા.