________________
શેઠ મોતીશાહ
૨૨૫ વિગેરેની તૈયારી જોઈએ, વિધવિધ રસેઈઓ માટે અનાજ સંગ્રહ, ઘી, સાકર, માલમસાલા એકઠા કરવા જોઈએ, પહેરવાના વો ખરીદવા જોઈએ અને સર્વેને રૂબરૂ નેતરાં આપવા જોઈએ. કેટલી વસ્તુઓ અને ગોઠવણે જોઈએ તેનો ખ્યાલ તે કામ કરનાર કાર્ય આદરે ત્યારે જ તેની સમજ પડે. “વિવાહ માંડી જુઓ અને ઘર ઉખેળી જુઓ.” એ લેકેક્તિ પ્રમાણે તે અવસર માંડે કે ઘરના પાયા ઉખેળે ત્યારે કેટલી ચીજો જોઈએ છીએ અને કેવાં કેવાંનાં હેઠાં બેલાવવાં પડે છે તેને ખ્યાલ આવે. તેમાં પણ ખીમચંદભાઈ ભદ્રિક જીવ હતા. જ્યાં ઊગે છે અને ક્યાં આથમે છે તેની વિશેષ ગતાગમ વગરના હતા અને કુશળ દિવાળીબાઈ શેઠાણી ખૂણે હતા. એવે અવસરે સગાંવહાલાંઓના વેધવચકા જાળવવાનું કામ ભારે આકરું થઈ પડે છે. નાને સામાન્ય માણસ વધારે પડતે સત્કાર, સન્માન અને નેતરાં માંગે છે અને સામાન્ય નજીવા માણસને નાની વાતમાં દુઃખ લાગી જાય છે; પણ અમરચંદ દમણું ભારે કુશળ માણસ હતા. એ વેપારી વૃત્તિના અને ખૂબ મીઠા સ્વભાવના વહેવારુ માણસ હતા. એમણે સર્વ કામ પોતાના હાથમાં લઈ લીધું. શેઠ ખીમચંદભાઈ તે જાણે રાજા હોય તેમ તેને મુખ્ય સ્થાનકે રાખ્યા, પણ નાનામાં નાની વાતથી તે હજારેના ખરચ કરવાની સર્વ સત્તા અને વ્યવસ્થા, વસ્તુસંગ્રહ, બનાવટ અને ઝીણી વિગતે પોતે ઉપાડી લીધી અને ખીમચંદભાઈને જણાવી દીધું કે એણે કઈ વાતની ચિંતા ન રાખવી, છતાં ખીમચંદભાઈ સર્વ કરે છે એવી એની મુખ્યતા ૧૫