________________
૨૨૨
નામાંકિત નાગરિક સિદ્ધગિરિની ટુંકમાં પ્રતિષ્ઠા કરવાનું કાર્ય લીધેલ મુહૂર્ત કરવા ભારપૂર્વકની ઈચ્છા જણાવી હતી. એ ઈચ્છા એવા આકારમાં જણાવી હતી કે એના અંતરમાં હુકમ હતું અને સર્વ સંબંધીઓ તે ઇચ્છાને હુકમ જેવી સમજતા હતા. તે વખતના વ્યવહાર પ્રમાણે દિવાળીબાઈ–મોતીશાહ શેઠને પત્ની-વિધવા
જ્યાં સુધી ખૂણામાં હોય ત્યાં સુધી કેઈ મહત્સવ-મંગળ કાર્ય ન થઈ શકે. દેશના રિવાજ પ્રમાણે છ માસ તે શક જરૂર પાળ પડે, તેમાં મોટા મહોત્સવ મંડાય ત્યાં તે વાજાં વાગે, ધામધુમ થાય. એ સર્વ વાતને વિસંવાદ થતું હતું. આ બાબતની ગૂંચવણ ચાલ્યા કરતી હતી, પણ શેઠ તે મેટા જેશીઓ પાસે જેવરાવી મૂરતની તારીખ નક્કી કરી ગયા હતા.
ખીમચંદભાઈ શેઠને એકના એક પુત્ર ભેળા સ્વભાવના હતા, અને ખૂબ નિખાલસ દિલના હેઈ તદ્દન ભદ્રિક જીવ હતા, એમનામાં મહૂમ શેઠ જેવી સાહસિકતા નહોતી અને કાર્ય કરવામાં નિશ્ચયબળ જોઈએ તે પૂરતા પ્રમાણમાં નહોતું. એમનામાં ભક્તિ ભાવના અસાધારણ હતી. એમની ધર્મશ્રદ્ધા અસાધારણ હતી અને એમને પિતાનું વચન એ ઈશ્વરવચન હતું. એને પિતાના વચનને ઉલ્લંઘવું નહોતું, પણ છતાં ચાલું વ્યવહારથી પણ એ જાણતા હતા. માતા ખૂણામાં હોય, હજુ દેશપરદેશથી લેકે લૌકિક નિમિત્તે આવતાં હોય, ત્યાં મોટા ઉત્સવનાં પગરણ માંડવા એ વાતમાં એમને ગૂંચવણ દેખાતી હતી. એકાદ માસ તે અનિશ્ચયાત્મક સ્થિતિમાં નીકળી ગયે. શેઠના મરણને આઘાત પણ આકરો હો,