________________
છે તેમને તથા તે સંબંધી સાહિત્યના ભિન્ન ભિન્ન અંગોપૂર્વક જીવનવૃત્તાંત સાદી લેકભાષામાં રજૂ કરનાર અમારા અનેક વર્ષોના સ્નેહી નરરત્ન સ્વ. મોતીચંદભાઈને ભાવાંજલિ અર્પ પ્રસ્તુત લઘુ આમુખ પૂર્ણ કરીએ છીએ. - સ્વ. શેઠ શ્રી મોતીશાહે ગૃહસ્થ જીવનમાં જેનશાસનની પ્રભાવનાનાંતથા જીવદયા વિગેરેનાં અનેક સુંદર કાર્યો કરી, પિતાને મળેલા અમૂલ્ય માનવજીવનમાંધર્મ પુરુષાર્થપૂર્વક આત્માનું ઊર્ધ્વકરણ કર્યું અને જીવનની કૃતકૃત્યતા કરી તે માટે અલ્પ પ્રશસ્તિરૂપે કવિવર ભવભૂતિના કથનરૂપ રાતિ સેડધિવે નમન અર્થાત્ “તમારા જન્મથી જેન સુષ્ટિ જયવંત વતે છે”-નમ્ર સંબોધન કરી એમના જેવા ધર્મવીર પુરુષ માટે અવશ્ય દેવગતિ જ હોય તેમ આપણને અનુમાન કરવા એમની જીવનઘુતિના પ્રસંગે પ્રેરે છે, જેથી તે સંબંધમાં પ્રસંગોપાત ક૯પસત્રમાં નિવેદન કરેલો પ્રસ્તુત કલેક સાદર કરી વિરમીએ છીએ.
सद्धर्मः सुभगो नीरुक् सुस्वप्नः सुतपः कविः । सूचयत्यात्मनः श्रीमान् नरः स्वर्गगमागमौ ॥
ઉત્તમ ધર્મનું સેવન કરનાર, સુંદર ભાગ્યવાન, નીરોગી, શુભ સ્વપ્નવાળા, સુંદર તપશ્ચરણ કરનાર, અને કવિ-આવા મનુષ્યનું આગમન સ્વર્ગથી થયું છે અને તેઓ સ્વર્ગમાં જવાના છે, તેમ સૂચન થાય છે.”
મુંબઈ સં. ૨૦૦૯ આશ્વિન શુદિ ૧૦ વિજયાદશમી
ફતેહચંદ ઝવેરભાઈ તા. ૧૮-૧૦-૧૯૫૩ શનિવાર )