________________
છે. આ પ્રમાણે દરેક મનુષ્ય એક ગ્રંથરૂપ છે; તમારા ગ્રંથના તમે પોતે અવેલેકનકર્તા થઈ શકે તે તમારા મૃત્યુ પછી તમારી ઉપગિતા ચાલુ રહે અને બીજાઓ તમારા જીવનચરિત્રનું અનુકરણ કરી શકે; માટે એવા જીવન-ગ્રથની રચના કરે કે જેથી વિશ્વ તેનું અનુકરણ કરે.”
શ્રીયુત મેતીચંદભાઈએ લગભગ પાંચ વર્ષ પહેલાં શ્રી મેતીશા શેઠનું જીવનચરિત્ર લખેલું, પરંતુ તેને ફેટાઓ વિગેરે માટે તથા અન્ય સંશોધન માટે બની શકતી સાધનસામગ્રીથી અલંકૃત કરવામાં છપાવવા માટે શ્રી ગોડીજી જ્ઞાનસમિતિને લંબાણ થયેલું છે; જેમ શ્રી મેતીશા શેઠ શ્રી સિદ્ધગિરિજી ઉપરની પિતાની ટુંકની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા જેવા માટે આવ્યા નથી, કેમકે તે કાર્ય પાછળથી તેમના દઢ સંકલ્પાનુસાર તેમના સુપુત્ર શેઠશ્રી ખીમચંદભાઈએ સંઘ કાઢી પૂર્ણ કર્યું હતું તેમ શ્રી મોતીચંદભાઈ પ્રસ્તુત પ્રકાશન જેવા માટે જીવન્ત રહ્યા નથી; એ ભવિતવ્યતાની બલવત્તરતા છે. શ્રી ગેડીજી મંદિરના ટ્રસ્ટીવએ શ્રી મોતીચંદભાઈ કે જેઓ ઘણા વર્ષો પર્યત ટ્રસ્ટી તરીકે રહેલા હતા, તેમના પ્રતિની પોતાની પ્રશસ્ત ફરજ બજાવી પ્રસ્તુત જીવનરેખા પ્રકાશિત કરવા માટે સ્તુત્ય પ્રયાસ કર્યો છે, તે ઉચિત અને અભિનંદનીય છે.
મૂર્તિમાન્ ધર્મરૂપ સંઘપતિ સ્વ. મોતીશા શેઠ કે જેમની વિભૂતિમય જીવનજ્યતિ, પ્રસ્તુત પુસ્તકમાં તે સમયના દ્રવ્ય, ક્ષેત્ર-કાળ અને ભાવની સામગ્રી પૂર્વક સમન્વયરૂપે રજૂ થયેલી