________________
શેઠ મેતીશાહ
૨૦૧
પોતાના મરણ પછી ન થાય એ દૃષ્ટિએ આ સૂચનાઆજ્ઞા વીલમાં કરી હોય એમ અનુમાન થાય છે.
અન્યત્ર પ્રાપ્ત થયેલા લેખે પરથી તે એમ માલુમ પડે છે કે આ “હોરમસજી બમનજી” વહાણના અસલ માલિક શેઠ વાડીઆ હોરમસજી બમનજી હતા અને તે વહાણ વેચાયું ત્યારે તેના માલિક શેઠ મેતીચંદ અમરચંદ થયા. વહાણ “ચારલેટ સંબંધી વધારે
વિગત મળી શકતી નથી. (આ) વીલ પરથી વધારે માલૂમ પડે છે કે–મેતીશાહ શેઠે
સં. ૧૮૯૧ માં પિતાને હિસાબે “લેડી ગરાંટ’ નામની બેટ બંધાવી અને “બેબે” નામની સ્કૂનર બનાવી. આ બન્ને બેટ તથા સ્કૂનરના ખતપત્તરો પિતાના પુત્ર ખીમચંદભાઈને નામે કરાવ્યા. ખીમચંદને પિતાશ્રી જણાવે છે એ વહાણની લાગટ તથા સફરને ખરચ થો હોય તે હવે તે વહાણના ખાતામાંથી હવાલે નાખી પિતાના નામ પર ખીમચંદભાઈ કરી લે અને તે રકમ શેઠને પોતાને મજરે આપે. આ હિસાબની ચોખવટ અને ભવિષ્યના સમારંભની જવાબદારી ન લેવાની અગમચેતી બતાવે છે. બાકી હવાલા નાંખી અંતે તે વીલ પ્રમાણે કુલ રકમ ખીમચંદભાઈને જ જવાની હતી, પણ આ પદ્ધતિ અને વિચારણું નોંધ કરવા લાયક છે.
આ બને નાના વહાણ (સ્કૂનર) જણાય છે. બેબે” સ્કેનર ૯૦ ટનની હતી. “લેડી ગરાંટની વિગત પ્રાપ્ત થઈ નથી.