________________
૧૯૦
નામાંક્તિ નાગરિક
ઘર બાંધવાનાં કામેામાં ઘણા તફાવત હાવાને કારણે અને માતીશાહ શેઠની ઇચ્છા અને આજ્ઞા શાસ્ત્ર સ`પ્રદાય પ્રમાણે બરાબર નિયમસર કામ કરવાની હોઈ કામમાં વખત જતા હતા. કાર્યની મહત્તાના ખ્યાલ કરવા માટે એક હકીકત નોંધાયેલી જાણવા જેવી છે. ઘડેલા પથ્થરા અને બિંમા ડુંગર પર ચઢાવવામાં એંસી હજારના દ્વારડાં વપરાયાં. આ પરથી વસ્તુની વિશાળતાના ખ્યાલ આવશે. મહિનાએ ગયાં, વર્ષો ગયાં અને સ'. ૧૮૯૨ ના વૈશાખ માસ આવી પહોંચ્યા.
આ વખતે પાલીતાણામાં મોટા પાયા ઉપર કામકાજ ચાલતું હતું ત્યારે શેઠ મેાતીશાહના વેપાર મુંબઈ અને કલકત્તામાં ધમધેાકાર ચાલતા હતા અને તે સર્વ કામ શેઠ જાતે કરતા કરાવતા હતા, તેવામાં તેમની તખીયત બગડી. શેઠના જન્મ સં. ૧૮૩૮માં હાઈ અત્યારે તેમની વય લગભગ ૫૪ વર્ષની હતી તેમણે તે વખતે શરીરને નશ્વર ધારી વીલ યાને વસીયતનામું તૈયાર કર્યું, એ વસીયતનામાના પાવર ( પ્રોબેટ ) તા ૮ સપ્ટેબર ૧૮૩૭ના રાજ ( સ`વત ૧૮૯૬ ભાદરવામાં ) સુપ્રિમ કોર્ટ મુંબઇમાંથી તેમના પુત્ર ખીમચંદભાઇએ મેળવેલ હાઈ અસલ વીલ બરાબર છે. તે વીલ ઘણું મહત્ત્વનું હાવાથી પરિશિષ્ટમાં પછવાડે આપ્યું છે. એ વીલની તારીખ સં. ૧૮૯૨ ના વૈશાખ શુદ ૩ ની છે અને અંગ્રેજી તારીખ ૧૮ એપ્રિલ ૧૮૩૬ છે. ભાષા મિશ્ર પારસીશાહી છે અને વીલ પર (૧) શેઠ જમશેદજી જીજીભાઇ, (૨) શેઠ નાનજી જેકર, (૩) અમરચંદ ખીમચંદ, (૪) શેઠ જાગીરજી ખુરશેદજી અને