________________
(૧૮) આદર્યા અધવચ રહ્યાં વસીયત પર નુકતેચીની.
કુંતાસરનું તળાવ પુરાવી તે પર ભવ્ય મંદિરમાળા (કંક) બાંધવાનું કામ ધમધોકાર ચાલતું હતું. હજારે કારીગરો અને મજૂરે પથર ચુને લાવવામાં રોકાઈ કમાતા હતા, મીસ્ત્રીઓ કામ ચલાવતા હતા, સલાટો પથ્થર ઘડતા હતા અને આખું સિદ્ધિગિરિનો ડુંગર કામ કરનારાથી હલમળી રહ્યો હતે.નીચે પાલીતાણાની બહાર ફેંકડે પ્રતિમાઓ ઘડાઈ રહેલી હતી, શેઠ પતે કામ કેટલું ચાલ્યું તેની વારંવાર તપાસ કરતા અને કરાવતા હતા. અનેકવાર જાતે પાલીતાણે આવી દેખરેખ રાખી જતા હતા, સૂચનાઓ આપતા હતા અને કામ જેમ બને તેમ જલદી પૂરું કરવાના હુકમ મેકલતા હતા; તેવામાં એક ભારે દુઃખદ ઘટના બની. મેતીશાહ શેઠની ઈચ્છા પ્રમાણે કામ તે પૂર જોશમાં ચાલતું હતું, પણ આરસ તથા પથ્થર દૂરના પ્રદેશમાંથી લાવવાના હેઈ અને તે વખતનાં લાવવા લઈ જવાનાં સાધને મર્યાદિત હે ઈ વખત તે જરૂર જ હતો. એકી સાથે ત્રણ હજાર કડિયા-દાડિયા કામ કરતા હતા અને દેશ–પરદેશના મજૂરો હજારોની સંખ્યામાં આવ્યા હતા, છતાં કરાંસીબંધ અને શાસ્ત્રીય પદ્ધતિનાં કામે અને સાધારણ