________________
૧૮૮
નામાંકિત નાગરિક વિશ્વાસુ નોકર હતા. એ મુનિમો પડછંદાવાળા, સત્તાશીલ અને પ્રમાણિક તથા વિશ્વાસુ શેઠની ગેરહાજરીમાં શેઠ જેવા જ હતા અને તેને હુકમ શેઠના હુકમ જેટલો જ અસરકારક ગણાતો હતા. દૂર દેશથી પથ્થર લાવવા, ઘડાવવા અને ડુંગર પર મંદિરો તૈયાર કરવાં એની મુસીબત તે એક મજૂર પંદર શેરના ભારવાળી છ ઇંટ લઈને ડુંગર ચઢતે હોય ત્યારે તેને જે હેય અથવા કદંબગિરિની નાની ટેકરી પર પ્રતિમાને ચઢાવતા જોઈ હોય તે આવે. કામ ખરેખર ભારી હતું, અતિ મુશ્કેલ હતું અને તેમાં વરસાદ વગરનું વર્ષ જાય ત્યારે બાંધકામ તે પાણી વગર ચાલે જ નહિ અને ડુંગર પર પાણી પહોંચાડવા માટે શેત્રુંજી નદીથી માણસની હાર રચવી પડે-એ સર્વ વિશાળતા, ઉદારતા, દૃઢનિર્ણય અને વિશિષ્ટ આત્મશ્રદ્ધા બતાવે છે. એ દેરાસરના પરથાર, એની આગળના ચેક, એના બાંધકામને તે ઉપરાંત વર્ષો થયાં છતાં એક કાંકરી પણ ખસી નથી એ હકીક્ત, એના કેબાને સે વરસ પછી તેડવા જતાં ટાંકણુ તૂટે પણ કે મચક ન આપે એ સર્વ હકીકત જતાં મનમાં આશ્ચર્ય લાગે તેવી અદ્દભુત ઘટના છે. એ તે અદબદજીએ ઊભા રહીને વિમાન તુલ્ય દેરાસરને જોતાં જણાય, પણ ખાડે–તળાવ પૂરીને એ તૈયાર કરવામાં આવ્યા છે એ વાત મન પર આવે ત્યારે તે પૂરવાનું સાહસ ખેડનાર, પૂરવાની સલાહ આપનાર અને અમલ કરનારની શ્રદ્ધા, ભાવના, ચીવટ અને ઉદારતા માટે મનમાં માન ઉપજ્યા વગર રહે તેમ નથી.