________________
૧૭૬
નામાંક્તિ નાગરિક છે. તેમાં વિશિષ્ટતા વિશાળ બાધામંડપની છે. મંડપને ત્રણ બાજુ દરવાજા રાખી ફરતી દિવાલ કરવામાં આવે તેને બાધામંડપ કહેવાય છે. શિલ્પની નજરે આ મંદિર ખૂબ સુંદર દેખાય છે અને આવા બાધામંડપ કવચિત્ જ નજરે પડતાં હેવાથી સ્થાપત્યની નજરે કારીગીરીને નમૂને પૂરો પાડે છે આ દેરાસરમાં વિશાળ ભૈયરું પણ છે. એમાં મૂળનાયક પદ્મપ્રભુ મહારાજ બિરાજમાન કરવામાં આવેલ છે અને આખા મંદિરમાં કુલ ૩૨ આરસના બિંબ છે. એમ અનુમાન થાય છે કે–આ પ્રેમચંદ રંગજી અસલ મારવાડી હતા, તેમની સાથે મોતીશાહ શેઠને વ્યાપાર સંબંધ ઘણો હતા અને પાટણથી મુંબઈ આવેલા હોઈ પાટણવાળા ગણાતા હતા. અહીં એક વાત જણાવવાની કે શેઠ મોતીશાહને વેપાર સંબંધ મારવાડી સાથે ઘણું હતું અને ભાયખલાના દેરાસરના વહીવટમાં ખીમચંદ શેઠ સાથે અને ત્યાર પછી પણ મારવાડી ભાઈઓ જોડાયેલાં હતા. મારવાડી ભાઈઓ શેઠના દરેક કાર્યમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હતા.
(૮) પાછળની ડેલીથી આવતા (નં. ૧૩ની) દક્ષિણ દિશાએ સુરતવાળા શેઠ તારાચંદ નથુભાઈનું દેરાસર છે. એ મંદિરમાં એક ગભારે છે અને મંડપને પડદે છે. એ મંદિરમાં ત્રણ બાજુએ ચેકીઓ કરવામાં આવી છે. આ ચેકીઓના ત્રણે બાજુ ગભારા કરી તેની ઉપર શિખરે બાંધ્યાં છે. એમ કહેવાય છે કે-આ શિખરે પાછળથી શેઠ તારાચંદના વારસે એ બાંધી તેમાં પ્રતિમા પધરાવેલ છે. એ મંદિરમાં મૂળનાયક ભગવાન