________________
શેઠ મોતીશાહ
૧૭૫
આખી ખડકથી ભરેલી હતી અને પાંચ હાટડીના નામથી ઓળખાતી હતી. એને તેડીને સપાટ કરવામાં અને ખડકે તેડવામાં બાલાભાઈને માટે ખરચ કર પડયે હતે.
(૬) સહસ્ત્રકૂટ અને ગણધર પગલાંથી ઉત્તર દિશાએ ગલાલબાઈનું મંદિર ઊંચા પરથારવાળું અને ત્રણ શિખરનું બનાવેલું છે. એ પૂર્વાભિમુખ છે અને એને મંડપ ખુલે છે. એમાં મૂળનાયક ઋષભદેવ મહારાજ છે અને એ મંદિરમાં ૧૩ આરસનાં અને ૫ પાંચ ધાતુનાં બિંબે છે. આ ગલાલબાઈને કવચિત્ મુંબઈના ગણવામાં આવ્યા છે, તેથી તે સધન વિધવા અસલ અમદાવાદના હશે અને એમના પતિનો વહિવટ મુંબઈ માં હશે એમ અનુમાન થાય છે. જેઓ મુંબઈમાં વસનારા હોય છે તે મુંબઈવાળા તરીકે અને જે શહેર કે પ્રદેશમાંથી આવ્યા હોય તે ગામવાળા કે પ્રદેશવાળા તરીકે હાલ પણ ઓળખાય છે તે રીતે આ બાબતનો ખુલાસો થઈ શકે છે. દા. ત. કીકાભાઈ ફૂલચંદ શેઠને ઘારી તરીકે ઓળખાવાય ત્યારે તે ગેહીલવાડના છે એમ સમજાય છે અને તેને મુંબઈ વાળા તરીકે પણ ઓળખાવવાની પદ્ધતિ છે. બાઈ ગલાલબાઈના મંદિરને બિનપ્રવેશ મહોત્સવ પણ મુખ્ય મંદિરના મહેત્સવ સાથે સં. ૧૮૯૩ ના મહા વદ ૨ ને રોજ થયે હતે.
(૭) સહસ્ત્રકૂટ અને ગણધર પગલાંની ઉત્તર દિશાએ ત્યારપછી પાટણવાળા શેઠ પ્રેમચંદ રંગજીનું દેરાસર છે. એ ત્રણ શિખરવાળું ભવ્ય મંદિર બાંધણીમાં શેઠ અમરચંદ દમણું, શેઠ હઠીભાઈ અને ગોઘારી ફૂલચંદભાઈના મંદિરને મળતું આવે