________________
શેઠ મોતીશાહ
૧૬૩ એણે સેંકડો પ્રતિમાઓ જોઈ મોતીશાહ શેઠની ટૂંકમાં ખૂબ ધ્યાન રાખીને પ્રતિમાજી જોઈ, એમાં એને મોતીશાહ શેઠની ટુંકના મુખ્ય મંદિરના મૂળનાયકજી ખૂબ માપસર અને આકર્ષક મુખાકૃતિવાળા લાગ્યા. એથી પણ વધારે સુંદર મેતીશાહ શેઠના મુખ્ય મંદિરની સામે પુંડરીકસ્વામીની પ્રતિમાજી એણે આખા શત્રુંજય પરની સર્વ પ્રતિમાઓમાં અગ્રસ્થાને મૂકી. એમાં નખની આકૃતિ, એનું માપ, એના નાક તથા ગાલ અને કાન, એની આંખેનો ઉઠાવ–વિગેરે એને ખૂબ સુંદર અને આકર્ષક લાગ્યા. કળાની નજરે, માપની નજરે અને આકૃતિની નજરે એ નિષ્ણાતે એ પ્રતિમા ઘડનારની ખૂબ પ્રશંસા કરી. ત્યાર પછી અનેક વખત એ પુંડરીકસ્વામીની પ્રતિમાજીના દર્શન કરતાં મને એ વાત યાદ આવી છે અને મનને આલાદ થયે છે. કળાની દૃષ્ટિએ અને કળાના પૂજારીને ભાવે એ પ્રતિમાજીને નખશિખ અભ્યાસ કરવા હું, વાચકમાંના જેમને ત્રાટક કરતાં આવડતું હોય તેને આ પ્રતિમાજી પર ધ્યાન સ્થિર કરવા સૂચના અને વિજ્ઞપ્તિ કરું છું. તેઓ સ્થળની શાંતિ, આકૃતિની મનહરતા અને વાતાવરણની ભવ્યતાથી અનેરો અનુભવ કરી શકશે અને એવી સરખાઈવાળી મૂર્તિને ધ્યાનસ્થ કરવાથી જયારે જ્યારે તેને યાદ કરશે ત્યારે ત્યારે શાંતિના સામ્રાજ્યને તાબે થઈ પ્રશમરસમાં નિમગ્ન થઈ શકશે.
આપણે મુદ્દો પ્રતિમાજીની કારીગીરીને નહોતે, પણ એને બનાવતી વખતે પવિત્રતા જાળવવાને દાખલ બતાવવાને હતે. તેને માટે હકીક્ત એમ છે કે-આ પ્રતિમાઓ બનાવતી વખતે