________________
શેઠ મોતીશાહ
૧૩૫ અને કરેલી ભવ્ય કલ્પનાને સ્થાન મળે નહિ એટલે સં. ૧૮૮૬ ના કાર્તિક વદમાં ઘણી ચર્ચા પછી સર્વેએ પાલીતાણે જવું અને સ્થાન પર ચોક્કસ દષ્ટિબિન્દુથી જગ્યા જોઈ ત્યાં જ નિર્ણય કરવે એમ ઠરાવવામાં આવ્યું; આ સર્વ વાત મુંબઈમાં થઈ.
મેતીશાહ શેઠને પાલીતાણ પર ટુંક બંધાવવાની તાલાવેલી લાગી હતી. એમને ઢીલ કરવી નહોતી એટલે એ આખી મંડળી-શેઠ પોતે, મુનીમ વીરચંદભાઈ ધોલેરાવાળા અને બીજા પ્રધાન સલાહકાર સર્વ વહાણ રસ્તે સં. ૧૮૮૬ના કાર્તિક વદ માં મુંબઈથી રવાને થઈ મહુવેથી પાલીતાણા આવ્યા. તે વખતે શેઠ હેમાભાઈ પણ યાત્રા કરવા પાલીતાણે આવેલા હતા. શેઠ, તેમના પ્રધાન સલાહકાર, સૂત્રધારે અને હેમાભાઈ શેઠ વિગેરે ટુંક બાંધવા માટે જગ્યાની તપાસ અને ચર્ચા કરી, ડુંગર પર ચારે પાસ ફરી વળ્યા. અદ્દભુતજીની જગ્યાએથી પગથીઆ પરથી મોટી ગાળી ઉતરવાની અને પાછી મેટી ટુંકમાં જવા માટે ચઢવાની યાત્રાળુઓને મેટી અગવડ હતી એ વાત શેઠની નજરમાં ઘણી મહત્વની લાગી. એમને એકાદ દેરાસર બંધાવી ટુંક કરવી નહોતી, પણ વિશાળ જગ્યા કરી ત્યાં પોતાનાં પ્રધાને સલાહકારે અને સંબંધીઓનાં મંદિર બંધાવવાં હતાં અને શિલપસ્થાપત્યના નમૂના ખડા કરવા હતા. તળાવ અથવા ગાળી ઘણી ઊંડી હતી અને બીજે ક્યાંય મેટી વિશાળ જગ્યા મળે તેમ નહતું. સૂત્રધાર રામજીની સલાહ તે કુંતાસરનું તળાવ પૂરવાની જ હતી, એમાં યાત્રાળુઓની સગવડ અને જગ્યાની વિશાળતાને ખ્યાલ તેના ધ્યાનમાં હતે. નબળા પોચા અને