________________
શેઠ મોતીશાહ
૧૦૭ વન નીભાવ્યું. એમણે જિદગીના છેલ્લા સાત વર્ષ માંગરોળમાં ગુજાર્યા અને નિવૃત્તિને લાભ લીધે. તેમના ચાર પુત્રોએ કલકત્તા તથા મુંબઈમાં વહીવટ ચાલુ રાખ્યો. (૩) શેઠ નરશી નાથા.
શેઠ નરશી નાથા તદ્દન સામાન્ય વ્યક્તિ તરીકે સં. ૧૮૫૬ ના વર્ષમાં મુંબઈ આવ્યા. એમણે મુંબઈમાં આવીને આડતનું કામ શરૂ કર્યું અને પોતાના પ્રમાણિકપણાથી સારી નામના મેળવી. તેઓ કચ્છી દશા ઓશવાળ જેનેના આગેવાન થયા અને પોતાની જ્ઞાતિના માણસો ઉપર ઉપકાર કરવાની અને તેમને મુંબઈમાં આધાર આપી રસ્તે ચઢાવી દેવાની બહુ નામના મેળવી અને વ્યાપારમાં આટ પણ ઊંચા પ્રકારની જમાવી. તેમને પારસી વ્યાપારીઓ સાથે પણ સારો સંબંધ હતા અને ખાસ કરીને હોરમસજી એદલજી કામા અને તેના પુત્ર સાથે ઘર જેવો સંબંધ ચાલુ રહ્યો હતો, તેમણે વિશુદ્ધ વ્યવહાર, પ્રમાણિકપણું અને ધર્મસેવા માટે ખાસ નામના મેળવી હતી. તેમણે પાલીતાણામાં ધર્મશાળા અને ચમુખજીની ટુંકમાં ડુંગર પર એક દેરાસર બંધાવ્યું હતું અને ચીંચબંદર ઉપર આદીશ્વર ભગવાનનું મંદિર તેમણે બંધાવી આપ્યું. કચ્છીભાઈઓ આટલાં વર્ષને અંતરે પણ શેઠ નરશી નાથાને ખૂબ રસથી યાદ કરે છે. તેઓ મેતીશાહ શેઠના સમકાલીન હતા. એમના વિગતવાર ચરિત્રની અપેક્ષા રહે છે.
* સં. ૧૮૮૫ ચીંચબંદર અપાસરૂં એટલી નેધ છે. તપાસ કરવી.