________________
૧૦૬
નામાંકિત નાગરિક તેઓ નેમચંદશેઠને ભૂલ્યા નહિ. નેમચંદ શેઠ સં. ૧૮૭૨ માં ગુજરી જતાં એને ખરખરે નાનજી શેઠ મુંબઈ આવ્યા. આડતની દુકાનની શાખા મુંબઈમાં કરી. ચોખા તથાપુટ(શણ)ની આડત શરૂ કરી. પણ પ્રામાણિકપણે આડતને જ વેપાર કર્યો. ઘરનો વેપાર ન જ કર્યો. એથી એમની શાખ ઘણું વધી. સર જમશેદજી જીજીભાઈએ પિતાની કલકત્તાની કુલ આડત એમને આપી.
આ રીતે એ મોટા સેદાગર અને મોટા ખરીદીઆ થયા. એમણે સેંકડે માણસને ઉદ્યોગ અપાવ્યો અને સુખી કર્યા. આખું જીવન વ્યવસાયમાં ગાળવા સાથે ધર્મશ્રદ્ધા અને પ્રેમમાં એકરતા રહ્યા. એમના જીવનના નજીકના સંબંધીઓ જણાવે છે કે–એમણે આખી જિંદગીમાં સટ્ટો નથી કર્યો, એક પણ નાટક નથી જોયું અને સાદું પણ લક્ષ્યવેધી જીવન વહન કરી કલકત્તામાં ગુજરાતીની શેઠાઈ પ્રાપ્ત કરી.
છેલ્લાં થોડાં વર્ષ માંગળમાં ગાળ્યાં. ધર્મપરાયણ, આદર્શ વહેવારુ જીવન ગાળી ૭૪ વર્ષની વયે સં. ૧૯૦૪ના માગશર વદ ૪ માંગરોળમાં દેહ મૂળે. મોટું કુટુંબ, ધીકતો વેપાર અને વધતી આબરૂ સાથે તેઓ દુનિયામાંથી ગયા ત્યારે ગુજરાતીઓ માટે કલકત્તાનું નવીન ક્ષેત્ર ખેલતાં ગયા. તેમણે પોતાની હયાતી દરમ્યાન મોતીશાહ શેઠ સાથે સંબંધ બરાબર જાળવ્ય.
જ્યારે મેતીશાહ શેઠના અવસાન બાદ ખીમચંદભાઈ અફીણના સટ્ટે ચઢી ગયા ત્યારે તેને વારવાનો પ્રયત્ન કર્યો, ન ફાવ્યા એટલે પ્રેમપૂર્વક રાજીખુશીથી સં. ૧૮૯૭માં તેમની સાથેનું પંતીયાળું ખલાસ કર્યું, છતાં ખીમચંદભાઈ સાથે પોતાને સંબંધ આજી