________________
નામાંક્તિ નાગરિક
મુંબઈમાં હોય તે વ્યાખ્યાન-શ્રવણ કરતા અને ત્યારબાદ પેઢીએ આ મારી પોતાને મુકામે જઈ જમતા. જમણ કરી બપોરે બંદર પર અથવા જ્યાં કામ હોય ત્યાં જતા અને વ્યાપારી તથા મિત્રોને મળતા હતા. પોતે સ્થાપના કરેલી કે પિષેલી ધર્મસંસ્થાઓની વારંવાર મુલાકાત લેતા હતા.
તેઓની શરીરસંપત્તિ સારી હતી. શરીરનો વર્ણ ગૌર હ, હાથ ગોઠણ સુધી લંબાતા હતા–આજાનબાહુ હતા, તેઓને દેખાવ પ્રભાવશાળી હતે, સામા ઉપર વ્યક્તિત્વ પડે તેવો તેમનો દેખાવ હતું. તેઓ યશનામી હેઈ જે કાર્ય હાથમાં લેતા તેમાં કીર્તિને વધારે થતું હતું અને સંવત ૧૮૭૧ પછી તેમના વશમાં એકધારે ઉત્તરોત્તર વધારે જ થતે ચાલ્યો છે તે તેમની આવડત, ધીરજ, ચીવટ અને ઉદ્યોગનું પરિણામ હોઈ અનેક રીતે લક્ષ્યમાં રાખવા યોગ્ય છે.
શેઠ મોતીશાહમાં સખાવતને ગુણ અસાધારણ હતે. વિક્રમની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈની જેમ કોમની જે જાહેરજલાલી થઈ હતી તેના યશને મોટે ભાગ તેમને જાય છે. દેવાદાર તરીકે જીવનની શરૂઆત કરનાર અને સંવત ૧૮૭૧ માં આખા કુટુંબમાં માત્ર એકલા થઈ પડનાર એ સખાવતી હૃદયે જે અનેક શુભ કાર્યો કર્યા છે તેમાં તેમને નોંધાયેલો ધનવ્યય રૂપીઆ અઠ્ઠાવીશ લાખ ઉપર થવા જાય છે. તેમણે મટે ધનવ્યય પાલીતાણાના શત્રુંજય પર્વત પર મેતીવસહી ટુંકમાં કર્યો તેનું વર્ણન આગળ આવશે. કુંતા