________________
શેઠ મોતીશાહ
૭૯ રામજી સૂત્રધારને તે ઈચ્છા જણાવી, પણ તે વખતે મુંબઈ જવું એટલે તે કાળે પાણીએ જવા જેવું હતું. એવી લોકમાન્યતા હાઈ સૂત્રધાર રામજી સલાટે આનાકાની કરી. સંવત ૧૮૮૪ ની શરૂઆતમાં આ હકીકત બની. શેઠશ્રીના અતિઆગ્રહથી અને શેઠ પદમા તારાની પ્રેરણાથી આખરે રામજસલાટ મુંબઈ આવવા કબૂલથયા અને શેઠ મોતીશાહ પાલીતાણે યાત્રા કરી મહુવા પાછા ફર્યા તે વખતે તેમની સાથે વહાણ રસ્તે મુંબઈ આવ્યા. શેઠે તેને પહેલું કાર્ય ભાયખળાની વાડીમાં બંધાવવા ધારેલી દેરાસરનું સેપ્યું. આ કાર્ય પૂબ ઉત્સાહથી સલાટ રામજીએ ઉપાડી લીધું અને સં. ૧૮૮૫ ના માગશર સુદ ૬ રોજ
ભાયખળા મંદિરમાં બિંબપ્રવેશ મહોત્સવ (જનતાની ભાષામાં પ્રતિષ્ઠા) થયો ત્યાં સુધી મુંબઈ રહ્યા. તે વખત દરમ્યાન શ્રી ગેડીજી મહારાજના દેરાસરનું પણ કેટલુંક કાર્ય રામજી પાસે કરાવવામાં આવ્યાની બેંધ મળે છે. રામજી સલાટને ભાયખળે દેરાસરની નજીકની વાડીમાં રહેવાની સગવડ કરી આપી હતી. શેઠ મેતીશાહનો સૂ. રામજી ઉપર ઘણે સદભાવ હતે. એમ અનેક પત્રથી જણાય છે. એક પત્રમાં સૂત્રધાર રામજી પિતાને ઘેર જણાવે છે કે–શેઠની માન્યતા હતી કે “સૂત્રધાર રામજી આવ્યેથી ઘણું ઘણું સારું થયું છે. મૂળ તે શેઠશ્રી વ્યાપારમાં ખૂબ સાહસિક હતા અને ઉત્તરોત્તર વ્યાપારમાં ફાવતા ગયા અને ધર્મભાવના સંદવ જાગતી હોવાને કારણે જ્યારે જ્યારે અનુકૂળતા સવિશેષ પ્રાપ્ત થતી ત્યારે ધર્મદષ્ટિએ એ ધર્મને પ્રભાવ સમજતા અને વ્યવહાર દૃષ્ટિએ એ પોતાની માતા