________________
નામાંક્તિ નાગરિક અને તેને જ્યારે ખેલવામાં આવે ત્યારે તેમાંથી જળ ઉછળે એવી વ્યવસ્થા કરવામાં આવી. ( હાલમાં જ્યાં દાદામંદિર છે ત્યાં અસલ ફુવારે હશે એમ જણાય છે; ઉપાશ્રય કહેવામાં આવે છે તે અસલ ધર્મશાળા હશે એમ અનુમાન થાય છે. એ ધર્મશાળા સ્વામીવત્સલ કરવા માટે બંધાવવામાં આવી હતી એવો ઉલ્લેખ છે) એની આગળ શેઠને પોતાને રહેવા માટે બંગલે બાંધવામાં આવ્યું અને તેની સામે ફુવારો આવે એ તે બંધબેસતી હકીક્ત છે. એ ફુવારો ધર્મશાળાની સામે આવે અને બંગલાની પણ સામે આવે, એટલે તે વખતે દાદામંદિર નહિ બંધાવ્યું હોય. ત્યાર પછી તે તૈયાર થયું હશે એમ અનુમાન થાય છે. આ બંગલામાં બેઠા બેઠા મંદિરના શિખરના દર્શન થાય તેવું તે અત્યારે પણ જોઈ શકાય છે, પણ બાંધતી વખતે દેરાસર ફરતે કેટ ન ચણ્ય હોઈ ત્યારે બંગલામાં બેઠા બેઠા પણ પ્રભુના દર્શન થઈ શકે એવી ગઠવણ હશે. અત્યારે બંગલામાં બેઠા બેઠા તે પ્રભુના દર્શન થઈ શકે એવું નથી કારણ કે દેરા ફરતે ઊંચો કેટ આડે આવે છે. દેરાસરના શિખરના દર્શન તે અત્યારે પણ બંગલામાં બેઠા બેઠા થઈ શકે તેમ છે.
મંદિરની બહારના ભાગમાં એક લાકડાને માંડવો (મંડપ) બનાવવામાં આવ્યો હતો. એ મંડપમાં પૂજા ભણાવવા તથા રાસડા લેવાની સગવડ હતી,આ મંડપમાં કાર્તિકી ચૈત્રી પૂર્ણિમાએ સિદ્ધાચલના પટ્ટદર્શન કરવાની સગવડ થતી. આ લાકડાને મંડપ અત્યાર સુધી તે હતું. હવે તેને સ્થાને પથ્થરને