________________
૬૪
નામાંકિત નાગરિક
ખેતરાઉ જગ્યાની જે આવક થાય તેના ત્રણ ભાગ પાડયા અને એક ભાગ શ્રી ગોડીજી મહારાજના પાયનીના મંદિરને આપવાના, ખીજો ભાગ શ્રી શત્રુ...જય પરની મેાતીશાહની ટુકને આપવાના અને ત્રીજો ભાગ શ્રી ભાયખળાના મદિરના ખર્ચને અંગે રાખવાના ઠરાવ જુદા લખાણથી શેઠ મેાતીશાહે કરી આપ્યા એમ શેઠ ખીમચંદભાઇના વસીઅતનામાથી માલૂમ પડે છે અને તે પ્રમાણે તેના ઉપયાગ ત્યાર પછી થયા જણાય છે.
શ્રી ભાયખળાના મંદિર બંધાવવામાં તથા સુરજકુંડની સ્થાપના કરવામાં કેટલેા ખર્ચ થયા હશે તેની વિગત મળતી નથી, પણ મંદિરની વિશાળતા, એક સામુ` દેરાસર, ચારે તરફના ગઢા અને રાયણ પગલાની વ્યવસ્થા જોતાં લગભગ ત્રણ લાખ ઉપરના ખચ થયા હશે એમ સહજ અનુમાન થાય છે. તેમના કારીગરોના સ તાષ જોતાં તેમને સ ને ઉદારતાથી નવાજવામાં આવ્યા હશે એમ પણ જણાય છે. એટલે પ્રતિષ્ઠામાં પણ સારા ખર્ચ થયા હશે એમ સહજ ધારી શકાય છે.
તે યુગમાં મુંબઇમાં ધર્મસ્થાનાની ખાસ જરૂરીઆત હતી. ધર્મસ્થાના આત્માન્નતિના પ્રબળ સાધન છે. એમાં મદિર અને જ્ઞાનશાળા પુષ્ટ આલંબનરૂપ હાઈ ધર્મભાવના ઢાયમ કરી મમ બનાવે છે. એવા આલ’બન પૂરા પાડનાર મહાપુણ્ય ઉપાર્જન કરે છે. એ કાળમાં...એ યુગમાં જે વસ્તુની આવશ્યકતા ખસુસ કરીને હતી તે પૂરી પાડીને શેઠ મેાતીશાહે ખરી ઉપકાર કર્યાં છે. અત્યારે પણ બગીચા સાથેનું એ ભવ્ય મદિર શાંતિનું સ્થાન છે અને ભક્તિનું નિવાસસ્થાન છે. એની પુણ્ય શ્રેણીની પર પરા ચાલુ જ છે અને હજી ઘણા કાળ સુધી ચાલુ રહેશે.