________________
શેઠ મેતીશાહ
પ્રતિમાજી ૧૪-સર્વ એક ગજ ઊંચા સફેદ પાષાણુનાઅમદાવાદથી લાવવામાં આવ્યા. વાડીમાં સદર પ્રતિમાજીને પ્રવેશ સં. ૧૮૮૪ના શ્રાવણ સુદ ૨ ને રેજ કરાવવામાં આવ્યા અને તે દિવસે સમસ્ત સંઘને તથા કારીગરોને જમણ આપવામાં આવ્યું એવી હકીક્ત પણ સદર કાગળમાંથી મળી આવે છે. - અમદાવાદના નગરશેઠ હેમાભાઈને ભાયખળાની પ્રતિષ્ઠામાં ભાગ લેવા ખાસ ઈચ્છા હતી તેથી પ્રતિષ્ઠાનું બિંબપ્રવેશ મહોત્સવનું મુહૂર્ત ચોમાસામાં ન રાખતાં સં. ૧૮૮૫ ના માગશર સુદ ૬નું રાખવામાં આવ્યું. આ બિંબપ્રવેશ મહેત્સવને જેમાં પ્રતિષ્ઠાના નામથી ઓળખવામાં આવે છે. વાસ્તવિક પ્રતિષ્ઠા શબ્દને અર્થ આગળ જતાં અંજનશલાકાના પ્રસંગે સમજાશે. પ્રતિષ્ઠા કરાવવા માટે વડનગરના રહેવાસી સાધર્મ ગલાશાને બોલાવ્યા હતા. ઉક્ત તારીખે શુક્રવારે સંઘ સમક્ષ ખૂબ આડંબરથી બિંબપ્રવેશ કરાવીને મૂળનાયક શ્રી આદિનાથની સ્થાપના ભાયખળાના ભવ્ય દેરાસરમાં કરવામાં આવી. એ પ્રસંગના ઢાળિયાં કવિવર્ય વીરવિજયજીએ બનાવ્યા છે તેને પરિશિષ્ટમાં છાપી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
આ રીતે ભાયખળાના જૈન દેરાસરની સ્થાપના કરવામાં આવી. શેઠ મોતીશાહને એને માટે ઘણે ઉમંગ હતા. એ મંદિરની પવિત્રતા જળવાય તેટલા માટે મંદિરની પાછળ લગભગ ૨૨૦૦૦ વાર જગ્યા ખેતર તરીકે રાખી. તેને ઉદેશ એમ જણાય છે કે-નજીકમાં કઈ મકાન બંધાય તે તેને ગટરે થાય અને પરિણામે બરાબર પવિત્રતા ન રહે. એ