________________
(૯)
ભાયખળે મંદિર સ્થાપના. જૈન ધર્મ પરની શેઠ મોતીશાહની શ્રદ્ધા અડગ જણાય છે અને તે ગુણ તેમનામાં વંશપરંપરાગત ઉતરી આવેલ હોય એમ તેમના જીવનના અનેક પ્રસંગે પરથી જણાય છે. તેમના મોટા ભાઈ શેઠ નેમચંદભાઈએ મુંબઈ–કેટમાં શ્રી શાંતિનાથજીનું દેરાસર બાંધવામાં તેમજ તેની પ્રતિષ્ઠા કરવામાં શેઠ પ્રેમચંદ રંગજી સાથે સારો ભાગ લીધે જણાય છે. એ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૮૬૫ માં થઈ
આ પ્રસંગે મુંબઈના મંદિરો સંબંધી કેટલીક હકીક્ત મળી આવી છે તે નેંધી લઈએ. એમાંની કેટલીક હકીક્ત અત્યારે અન્ય સાધનો દ્વારા સાંપડતી પણ નથી, તેથી તે એક સ્થાનકે એકઠી કરવાની જરૂર છે. વિશેષ હકીક્ત ઉપલબ્ધ થશે તે પરિશિષ્ટમાં રજૂ કરવામાં આવશે.
મુંબઈનાં પુરાણ મંદિરમાં હિંદુઓના મંદિરે પૈકી વાલકેશ્વરનું મંદિર સંવત ૧૭૫૯ માં થયું છે (બંધાવનાર રામાજી કામટ), પરભાદેવી સંવત ૧૭૭૧ માં, બાબુલનાથ સં. ૧૮૩૦ માં (પાંડુરંગ સોનારે) અને મહાલક્ષમીનું મંદિર સં. ૧૮૩૩ માં (રામાજી શિવાજી) અને ગોવાળીઆ તળાવ પરનું ભવાનીશંકરનું