SearchBrowseAboutContactDonate
Page Preview
Page 989
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા પર પાસે દીક્ષા અંગીકાર કરી દીક્ષા લઈને તેઓ નિરતિચારપણે ચારિત્રનું પાલન કરવા લાગ્યા. સાથે જ્ઞાનાભ્યાસ કરતાં ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અંતે ઘાતી કર્મોને ક્ષય કરીને છ એ અણગારે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી મોક્ષના અધિકારી બની ગયા. મલ્લીનાથ અરિહંત પ્રભુએ દીક્ષા લઈ તે જ દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને સહસ્ત્રામવનથી બહાર નીકળી તીર્થંકર પ્રભુની પરંપરા મુજબ બહારના જનપદમાં વિહાર કરી અનેક જીવને પ્રતિબોધ આપીને તાર્યા. મલ્લીનાથ ભગવાનને ભિષ પ્રમુખ અઠ્ઠાવીસ ગણધર હતા. તેમનાં શ્રમણે ચાલીસ હજાર હતા, અને બંધુમતી પ્રમુખ પંચાવન હજાર સાધ્વીજી હતાં, એક લાખ ચોર્યાશી હજાર શ્રાવકે હતાં અને ત્રણ લાખ પાંસઠ હજાર તેમની શ્રાવિકાઓ હતી. છસે ચૌદ (૧૪) ચૌદ પૂર્વ ધારી મુનિગણે હતાં. બે હજાર અવધિજ્ઞાની સંત હતા. ત્રણ હજાર બસે કેવળજ્ઞાની હતા. ત્રણ હજાર પાંચસે વૈક્રિય લબ્ધિનાં ધારક હતાં. આઠસે મન:પર્યવજ્ઞાની હતા. ચૌદસો વાદી હતાં. બે હજાર સર્વાર્થસિદધ વિમાનમાં જનાર એકાવતારી હતાં. મલ્લીનાથ ભગવાનથી શરૂ કરી તેમનાં શિષ્ય, પ્રશિષ્ય વિગેરે વીસમી પાટ સુધી સાધુએ મોક્ષે ગયાં છે. મલ્લીનાથ ભગવાનનું દેહમાન પચ્ચીસ ધનુષ્યનું હતું. તેમના દેહને વર્ણ પ્રિયંગુ સમાન નીલ (લી) હતે. સમચરિસ સંસ્થાન અને વજગાવનારાચ સંઘયણ હતું. આવા તે મલીનાથ ભગવાન મધ્યદેશમાં સુખે સુખે વિચરીને એક વખત જ્યાં સમેત નામને પર્વત હતું ત્યાં પધાર્યા. પધારીને સમેતશિખર પર્વત ઉપર પાપગમ નામનું અનશન ગ્રહણ કર્યું. મલ્લીનાથ અરિહંત ભગવાન સો વર્ષ ગુહાવાસમાં રહ્યા. સે વર્ષ જૂન પંચાવન હજાર (૫૫,૦૦૦) વર્ષ કેવળી પર્યાય પાળીને કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ચૈત્ર સુદ ચોથના દિવસે ભરણી નક્ષત્ર સાથે ચંદ્રને વેગ હતું ત્યારે અર્ધરાત્રીના સમયે આત્યંતર પર્ષદાની પાંચસો સાધ્વીઓ અને બાહ્ય પર્ષદાના પાંચસે સાધુઓ સાથે જળરહિત એક માસના અનશન વડે બંને હાથ લાંબા કરી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મને ક્ષય કરી સિદ્ધ થયા. મોક્ષ પામ્યા. બંધુઓ ! ભગવાન મલલીનાથને અધિકાર અને પ્રદ્યુમ્ન ચરિત્ર સળંગ તમે ચાર માસ સાંભળ્યું. આમાંથી આપણને ઘણું ઘણું જાણવા મળ્યું છે. આપણે આત્મા આમાંથી થોડું થોડું પણ ગ્રહણ કરશે તે આપણે સાંભળ્યું સફળ બનશે. ભગવાન
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy