________________
શારદા શિખર
૮૯
દેવાનુપ્રિયે ! કેવળજ્ઞાન થયા પછી આત્માની મુક્તિ થાય છે. એમાં ક્યારે પણ ફરક પડતા નથી. એટલે કેવળજ્ઞાન-કેવળદન પામ્યા પછી ચૌદમા ગુણસ્થાને જઈને ખાકી રહેલા સકળ કર્મોને ક્ષય કરી આત્મા મેક્ષમાં જાય છે. આ એક સનાતન નિયમ છે. આત્મા સ°કર્મોથી મુક્ત થાય એટલે સિધ્ધ પરમાત્મા કહેવાય. મેાક્ષમાં ગયા પછી પણ કેવળજ્ઞાન અને કેવળદન કાયમ રહે છે. એટલે સિધ્ધ પરમાત્મા કેવળજ્ઞાન અને કેવળદન દ્વારા પ્રત્યેક સમયે રૂપી-અરૂપી તમામ પદાર્થોને જાણે છે, અને જુએ છે. આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદન એટલે જાણવાની અને જોવાની શક્તિ ભરપુર, અખૂટ, અનંત અને સ્વાભાવિક છે. તેમ આત્મામાં સુખ પણ સ્વાભાવિક છે. સિધ્ધ પરમાત્માને કનું આવરણ સંપૂર્ણ હટી જવાથી જ્ઞાન અને દનથી જાણવાની અને જોવાની શકિત સ્વાભાવિક પ્રગટ થાય છે તેમ આત્માના સાચા સુખને રોકનાર કર્મો હટી જવાથી સુખ પણ સ્વાભાવિક પ્રગટ થાય છે. જેમ કેવળજ્ઞાનીને જ્ઞાન પ્રગટ કરવામાં કોઈ સાધનની જરૂર રહેતી નથી તેમ સિધ્ધ ભગવાને સુખના અનુભવ કરવામાં કોઈ સાધનની જરૂર રહેતી નથી. પાતાળ કૂવામાંથી પાણીના ધોધ જેમ સ્વાભાવિક વહે છે. એ રાકાણુ રાકાતુ નથી. કારણ કે તે પાણી અંદરથી સ્વાભાવિક નીકળે છે. તે રીતે સવ કા ક્ષય થતાં આત્મામાં પણ સુખના ધોધ પ્રગટ થાય છે. તે સુખ કેાઈથી રાકાયુ. રોકાતું નથી. કાઈ તેને રોકી શકે નહિ કારણ કે સુખ એ આત્માને સ્વાભાવિક ગુણ છે....આ પ્રમાણે સકળ કા ક્ષય થતાં આત્મામાં બધા ગુણે પ્રગટ થાય છે. જેમ સૂર્યના પ્રકાશ વાદળાથી ઢંકાય છે. અવરાય છે. ઘાર વાદળાથી અંધકાર છવાય છે. દિવસ હાવા છતાં રાત્રી જેવા ભાસ થાય છે. પણ જોરદાર પવનના ઝપાટા આવે તે એ વાદળા વિખરાય છે અને આકાશ નિર્મળ બની જાય છે ત્યારે સૂર્યના પ્રકાશ આપણને સ્પષ્ટ દેખાય છે. ને અખિલ જગતમાં અજવાળા પથરાય છે. એ પ્રકાશના પૂજને પ્રગટ થવામાં તેલ, દિવેલ, દિવેટ કે કેડિયાની જરૂર પડતી નથી. કારણ કે એ પ્રકાશ અને એ તેજ સૂના રત્નાનું સ્વાભાવિક છે. તેમ ક ના ક્ષય થતાં સુખ રૂપ સ્વાભાવિક ગુણ પેાતાની મેળે પ્રગટ થાય છે. અને તે અનુપમ સુખનો અનુભવ સિધ્ધ પરમાત્માને સિધ્ધ અવસ્થામાં પ્રત્યેક સમયે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ થાય છે. તેને અનુપમ અને પરમ સુખ કહેવામાં આવે છે.
ખંધુએ ! આગમના પ્રણેતા ભગવાનને આવું કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. તેમને આપણે જિનેશ્વર ભગવંત કહીએ છીએ. અને તેમના શાસનને આપણે જિનશાસન કહીએ છીએ. તેમને જિન શા માટે કહીએ છીએ ? નર્યાત રાગ દ્વેષ મેન્દ્વાન કૃત્તિ નિન : જેમણે રાગ દ્વેષ અને માહાદિ દુશ્મનોને જીત્યા છે તેથી આપણે તેમને જિન ભગવત કહીએ છીએ ને તેમને નમસ્કાર કરીએ છીએ. જેમણે આ
૧૨