________________
८८
શારદા શિખર
.
સંઘમાં ભારે શેક છવાયેા હતેા. તેએ પેાતે ઉત્તમ આદર્શ જીવન જીવી સૌને આદર્શ ભર્યુ જીવન જીવવાની જ્વલંત પ્રેરણા આપતા ગયા છે. ફુલ જાય છે પણ ફ઼ારમ રહી જાય છે. તેમ આવા ઉત્તમ આત્મા નશ્વર દેહને છેડીને જાય છે પણ ગુણની સુવાસ મૂકીને જાય છે. સંયમ પથમાં પ્રેમનાં પુષ્પા પાથરનારા એવા પૂ. તારાખાઈ મહાસતીજીના ગુણરત્નાથી ભરપુર જીવનમાંથી અલ્પ ગુણાનું વર્ણન કર્યું છે. તેમના જીવનમાં રહેલા ગુણરૂપી રત્નાની માળામાંથી એકાદ ગુણરત્ન લઈ ને આપણું જીવન તેનાં કિરણાથી ચમકાવી કલ્યાણની કેડીએ કદમ ઉઠાવીએ તે આપણે તેમને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી કહેવાય.
ઉજજવલ જીવન જીવી જનારા, વાત્સલ્ય વહેણાની વહાવતા ધારા, નયનાના તારાને હૈયાના હારા, ગૂંથી મે` ગુણપુષ્પાની સુવાસિત માળા,
તેમની પુણ્યતિથિ નિમિતે આજે ૮૦ અર્જુમ થયા છે. પૌષધ ૫૦ ને સામયિકની પચર’ગી ૧૦૦ થઈ છે. શ્રી સંઘે પૂ. તારાખાઈ મહાસતીજીને અશ્રુભરી આંખે શ્રધ્ધાંજલી અપી હતી. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન ન : ૧૦
અષાડ વદ ૩ ને બુધવાર
તા. ૧૪–૭–૭૬
અનંત કરૂણાનિધી, વિશ્વવત્સલ, અને પરમ તત્ત્વના પ્રણેતા એવા ભગવંતે કેવળજ્ઞાન અને કેવળદર્શીન થયા પછી આગમ વાણી પ્રરૂપી. આત્મા જ્યારે કેવળજ્ઞાન પામે છે ત્યારે કેવળજ્ઞાનથી લોકાલોકનું સપૂર્ણ જ્ઞાન થાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શીનમાં કાઇ સાધનની જરૂર રહેતી નથી. ભૌતિક સુખ માટે બાહ્ય સાધનાની જરૂર પડે છે. પણ આત્માના સુખ માટે ખાદ્ય સાધનની જરૂર રહેતી નથી. આત્માનું સાચું સુખ તે સ્વાભાવિક સુખ છે અને તે આત્મજન્ય છે. આત્માને કેવળજ્ઞાન અને કેવળદાન થયા પછી તે જ્ઞાન અને દર્શન દ્વારા તમામ પદાર્થો અને તેનું સંપૂર્ણ સ્વરૂપ પૂર્ણ રીતે પ્રત્યેક સમયે જાણે છે અને જુએ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શીન થયા પછી કયારે પણ એના વિનાશ થતા નથી. પણ એ કાયમ રહે છે. એ આત્માના સ્વાભાવિક ગુણો છે અને તે ક્ષાયિકભ!વના છે. ક્ષાયિક ભાવથી આત્મામાં જે ગુણો પ્રગટ થાય છે તે આત્માના સ્વાભાવિક ગુણો હાય છે. તે ગુણઆત્મામાં સદાકાળ–કાયમ રહેનાર હેાય છે. તે ગુણનેા કયારે પણ વિનાશ થતા નથી. તે ક્યારે પણ અવરાતા નથી. એટલે આત્મામાં ક્ષાયિક ભાવના જે જે ગુણો પ્રગટ થયા છે તે કાયમ રહેનારા છે,
ગુણુ