________________
૮૫૮
શારદા શિખર કૃત્રિમ સાધનેને મેહ ઉતારવું પડશે ને આત્મા સન્મુખ દષ્ટિ કરવી પડશે. આત્માની સમુખ દષ્ટિ કર્યા વિના શાંતિને કિનારે જડવાને નથી.
બંધુઓ ! કમળ જેમ કીચડને છોડીને ઉપર આવે છે તેમ મહને છોડીને આત્માને તેનાથી અલિપ્ત બનાવે. કારણ કે આત્મ શાંતિની સાચી સાધના રાગના ત્યાગમાં ને ત્યાગના રાગમાં સમાયેલી છે. શાંતિના ઈચ્છકે આત્મા ઉપર જામી ગયેલાં વિલાસનાં પડને તેડી, ભૌતિક સુખનાં ચેપી રેગને સંતેષની દવાથી દૂર કરી તપ, ત્યાગ અને સંયમની સુવાસથી જીવન મહેંકતું બનાવવું જોઈએ. તમે જેટલું ભૌતિક સુખ મેળવવા તેની પાછળ દોડશે તેટલું તે તમારાથી દૂર ભાગશે. જુઓ, એક
ન્યાય આપું. પ્રભાતમાં તમે સૂર્ય સામે પીઠ રાખીને ચાલશે તે તમારી છાયા તમારી આગળ ને આગળ ચાલશે. પણ જે સૂર્ય સામું મુખ રાખીને ચાલશે તે તમારી છાયા તમારી પાછળ ને પાછળ દેડી આવશે. તેમ જે ભૌતિક પદાર્થોને સન્મુખ રાખીને ત્યાગને પીઠ પાછળ રાખશે તે ભૌતિક શાંતિ દેહની છાયાની જેમ તમારી આગળ ને આગળ ભાગશે પણ જે દષ્ટિ ત્યાગ સામે રાખશે તે ભૌતિક સુખ અને શાંતિ છાયાની જેમ પાછળ ને પાછળ દેડી આવશે. આપણી જુની કહેવત છે ને કે “ત્યાગે તેને આગે ને માંગે તેને ભાગે”,
મલ્લીનાથ ભગવાન છતી વ્યાધિ અને સુખ છેડી ત્યાગના માળે જાય છે. તેમણે દીક્ષા લેવાને વિચાર કર્યો ત્યાં દેએ કેટલી સમૃદ્ધિ તેમના ભંડારમાં ભરી દીધી અને બધી સંપત્તિ દાનમાં દઈ ભગવાન દીક્ષા લેવા તૈયાર થયાં ત્યારે કુંભક રાજા મલીનાથ ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવે છે. તેમની આજ્ઞા પ્રમાણે કટ બિક પુરૂષે દીક્ષાના દરેક સાધને લઈ આવ્યા. અને મલ્લીનાથ પ્રભુના દીક્ષાના અભિષેકની તૈયારી કરવા લાગ્યા.
તે કાળ અને તે સમયે ચમરેદ્રથી માંડીને બાર દેવક સુધીના ચોસઠ ઈન્દ્રોએ અવધિજ્ઞાનથી જાણ્યું કે મિથિલા રાજધાનીમાં મલ્લીનાથ ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવાય છે એટલે હર્ષભેર મિથિલા રાજધાનીમાં આવ્યા. ત્યારબાદ શકેન્દ્ર અને સૌધર્મેન્દ્ર પોતાના આભિગિક દેવને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે જલદી જાઓ અને સોના, ચાંદી, મણી, રતન વિગેરે આઠ જાતિમાં દરેક જાતિના ૧૦૦૮ કળશે લઈ આવે. તેમજ તીર્થંકર પ્રભુના અભિષેક માટેના બીજા બધા સાધને પુષ્કળ પ્રમાણમાં લઈ આવે. ઈન્દ્રોની આજ્ઞા થતાંની સાથે અભિયોગિક દેવે કુંભ વિગેરે બધી ચીજો લઈ આવ્યા.
જ્યાં કુંભક રાજાએ બધાં કળશો ગૂઠવેલાં હતાં ત્યાં દેવોએ પિતાના લાવેલાં કળશે ગોઠવી દીધા. મનુષ્યના કળશ કરતાં દેવનાં લાવેલા કળશે દિવ્ય તેજસ્વી