SearchBrowseAboutContactDonate
Page Preview
Page 962
Loading...
Download File
Download File
Page Text
________________ યાદા શિખર મેક્ષરૂપી ઘરમાં નહીં પહોંચી શકાય. ધર્મ કરવાથી જીવ મેક્ષ નગરની યાત્રાની ટિકિટ મેળવી શકશે. જેને મોક્ષ નગરની તાલાવેલી લાગી છે એવા મલ્લીનાથ ભગવાનને દાન દેતાં એક વર્ષ પૂરું થાય છે ત્યારે તે કાળ અને તે સમયે કાંતિક દેવ બ્રહ્મદેવલોકનાં પાંચમાં ક૯પમાં સ્થિત અરિષ્ટ નામના તે વિમાનને પાથડામાં પિતપોતાના વિમાનમાંના ઉત્તમ પ્રાસાદમાં જુદા જુદા ચાર હજાર સામાનિક દેવેની સાથે, ત્રણ ત્રણ પરિષદાઓની સાથે, સાત સાત અનીકોની સાથે, સાત સાત અનીકાધિપતિઓની સાથે અને સોળ સોળ હજાર આત્મરક્ષક દેવેની સાથે તેમજ બીજા પણ લેકાંતિક દેવેની સાથે “માચાર ની વાચ ગાવ જ અંકમir fધતિ” નૃત્ય, ગીત તેમજ વાજાઓનાં અપ્રતિહત ધ્વનિ સાંભળતાં દિવ્ય ભેગોને ઉપભોગ કરતા રહે છે. તે લોકાંતિક દેના નવ ભેદ આ પ્રમાણે. सारस्सय माइच्चा, वण्ही वरुणा य गद्दतोया य। तुसिया अवाबाहा, अग्गिच्चा चेवरिट्ठा य॥ સારસ્વત, આદિત્ય, વન્તિ, વરૂણ, ગર્દતેયા, તુષિત, અવ્યાબાધ, અગ્નય અને રિષ્ટ આ નવ પ્રકારના લેકાંતકિ દેવ હોય છે. તે નવ લેકાંતિક દેવનાં આસને ચલાયમાન થયા. ત્યારે તેમણે અવધિજ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને જોયું કે આપણું આસને શા માટે ડેલે છે? જોયું તે મલ્લીનાથ ભગવાનને દીક્ષા લેવાને વિચાર કરતાં જોયાં. ત્યારે દેવોએ મનમાં વિચાર કર્યો કે મલ્લી અરિહંત પ્રભુ આ દાન પૂરું થયા પછી ઘેરથી નીકળી દીક્ષા લેવાને વિચાર કરી રહ્યા છે. આ સમયે આપણી (લેકાંતિક દેવેની) એવી પ્રણાલિકા છે કે તીર્થંકર પ્રભુ દીક્ષા લેવાને ઈચ્છે ત્યારે આપણે ત્યાં જઈને તેમને સંબોધન કરવું એટલે તેમને આ પ્રમાણે વિનંતી કરવી કે હે ભગવાન! દીક્ષા ગ્રહણ કરવાનો આ ઉચિત અવસર છે. એટલે આપણે પણ ત્યાં જઈને મલલીનાથ પ્રભુને સંબોધન કરીએ. બંધુઓ ! આજે માણસને દેવને પ્રસન્ન કરવા માટે કેટલી ઉપાસના-સાધના કરવી પડે છે. શમશાનભૂમિમાં જઈને લેકે દેને સાધવા પ્રયત્ન કરે છે ત્યારે માંડ દેવ પ્રસન્ન થાય છે. ત્યારે ભગવાનને તે કંઈ કરવું પડતું નથી. તે વિચાર કરે કે ભગવાનનાં પુણ્ય કેવા પ્રબળ હશે ! નવ લોકાંતિક દે મલ્લીનાથ ભગવાનને સંબોધન કરવા માટે મૃત્યુલેકમાં આવવા માટે તૈયાર થયા. તે બધા લેકાંતિક દેવે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન ખૂણામાં ગયા. ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુહુઘાતથી ઉત્તર ક્રિય રૂપની વિકુર્વણા કરી. દેવે મૃત્યુલોકમાં આવે છે ત્યારે વૈક્રિય રૂપે આવે છે. મૂળ રૂપે આવતાં ૧૨૦
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy