________________
શારદા શિખા સમય પૂરો થાય એટલે કાળરૂપી ચેકીદાર તેને તે શરીરરૂપી રૂમમાંથી બહાર કાઢે છે. ધર્મશાળામાં બધા પથિકે માટે સમાન નિયમ હોય છે. તેમ આ સંસારરૂપી ધર્મશાળાના આવરૂપી યાત્રીઓ માટે પણ સમાન નિયમ હોય છે. અથવા જેટલા દિવસ માટે આ શરીરરૂપી રૂમ મળી છે તેટલા દિવસો પૂરા થયે તે રૂમ છોડવી પડે છે. કાળરૂપી ચેકીદાર એટલો જબરો છે કે તેની પાસે નથી ચાલતી રાજાઓની રાજ્યસત્તા કે નથી ચાલતું મેટા લશ્કરોનું લશ્કરી બળ. નથી ચાલતી વૈદોની વૈદ્યક વિદ્યા કે નથી ચાલતી હકીમની હકુમત. નથી ચાલતી ડોકટરની દવા કે નથી કામ આવતી માથેરાનના બંગલાની હવા. નથી ચાલતે જોષીઓને જેષ કે નથી ચાલતે ભુવાઓને રેષ. નથી ચાલતા અમલદારોને રૂઆબ કે નથી ચાલતે વકીલ બેરીસ્ટરોએ ઘડી કાઢેલે જવાબ. નથી ચાલતી ગયાની ગાનકળા કે નથી ચાલતી કવિઓની કાવ્ય કળા. નથી ચાલતી ગણિતવેત્તાઓની ગણિતકળા કે નથી કામ આવતી સાહિત્યાચાર્યોની સાહિત્ય કળા. નથી ચાલતી બાદશાહની બાદશાહી કે નથી ચાલતી અમીરની અમીરાઈ. કાળરૂપી ચોકીદાર આગળ કેઈનું કંઈ ચાલતું નથી. તેની સામે બળજબરી કરીને પણ કેઈ રહી શકતું નથી.
આપણે વાત ચાલે છે ધર્મશાળાના યાત્રીની. ધર્મશાળામાં જે યાત્રીઓ હોય છે તે સ્વયં ધર્મશાળા છોડીને પોતાના ઘેર જવા માટે તૈયાર હોય છે. પણ આ સંસારરૂપી ધર્મશાળાના શરીરરૂપી રૂમમાં જે યાત્રીઓ આવીને રહે છે ને સંસાર સુખમાં રચ્યા-પચ્યા રહે છે તે પિતાનું મૂળ ઘર મિક્ષ નગરને યાદ નથી કરતાં તેમજ ત્યાં જવાનો પ્રયત્ન પણ નથી કરતા. છેવટે પરિણામ એ આવે છે કે આયુષ્ય પૂરું થયે કાળરૂપી ચોકીદાર દ્વારા તેને આ શરીરમાંથી બહાર નીકળવું પડે છે. પછી મેક્ષરૂપી ઘરનો માર્ગ પણ નહિ જાણવાથી તેને ચાર ગતિમાં ભમવું પડે છે. વધુ શું કહું ! આ જીવ રૂપી યાત્રી જેટલું પુણ્ય રૂપી ધન સાથે લઈને આવ્યું છે તે મજશેખમાં ખર્ચી નાંખે છે. અને પછી જ્યારે અહીંથી જવું પડે છે ત્યારે ધર્મરૂપી ધનની કમાણી નહિ કરવાને કારણે સાવ કંગાલ બની જાય છે. તેને માટે મેક્ષરૂપી નગર તે ઘણું દૂર હોવાને કારણે ગાડીભાડા જેટલા પૈસા નહિ હોવાને કારણે વિવિધ નીમાં ભટકે છે. જેની પાસે દ્રવ્ય ધન નથી હોતું તેવા ગરીબ માણસને બસ અથવા રેલવેમાં બેસવાની જગ્યા નથી મળતી. અને કદાચ ટિકિટ લીધા વિના ચોરીછૂપીથી બેસી જાય તે કઈ પણ સ્ટેશન ઉપર તેને ઉતારી દેવામાં આવે છે. પૈસાના અભાવમાં એક નાની મુસાફરી પણ નથી થઈ શકતી તે પછી ધર્મરૂપી ધનના અભાવમાં મોક્ષ સુધીની લાંબી મુસાફરી તે કેવી રીતે કરી શકાય ? એટલા માટે જ્ઞાની કહે છે કે તમે ધર્મરૂપી ધનની કમાણી કરી છે. કારણ કે અહીંથી જવાનું તે જરૂર છે. જે ધર્મરૂપી ધન સાથે નહિ હોય તે પિતાના