SearchBrowseAboutContactDonate
Page Preview
Page 943
Loading...
Download File
Download File
Page Text
________________ શરા મિર કુંભક રાજાએ તેમને ઉભા કરી ક્ષમા આપી અને તેમને ભેટી પડ્યા. ત્યારબાદ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ચાર પ્રકારનાં ઉત્તમ ભેજન તૈયાર કરાવી ભેગા બેસી પ્રેમથી જમાડયા. અને કિંમતી સેનાના અને રત્નના આભૂષણે તેમજ કિંમતી વસ્ત્રો તેમને ભેટ આપ્યા. અને તેમને ખૂબ સત્કાર-સન્માન કરીને વિદાય કર્યા. હવે છ રાજાએ પિતા પોતાના રાજ્યમાં જઈ પિતાપિતાનાં મેટા પુત્રોને રાજગાદીએ બેસાડી શીબીકામાં બેસીને આવશે તેના ભાવ અવસરે. ચરિત્ર રૂકમણીએ પ્રદ્યુમ્નને તેના પિતાને વંદન કરવા જવાનું કહ્યું અને કહ્યું કે તું ત્યાં જઈને તારો પરિચય આપજે. હે માતા ! હું કયારે પણ એમ નથી કહેવાને કે પિતાશ્રી ! હવે હું આવ્યો. પણ હું મારા બાહુબળથી તેમને મારે પરિચય આપીશ. અને પછી હું પિતાજીના ચરણમાં વંદન કરીશ. દીકરા ! તું એમ ન કર. ના, માતા ! થોડી ધીરજ રાખ. પણ તારે મને થોડી સહાય કરવી પડશે. જે તારે મારા પિતાજીનું જહદી મિલન કરાવવું હોય તે. રૂક્ષમણી કહે બેટા! શું સહાય કરું? ત્યારે કહે છે બા! જ્યાં નારદજી આપના પુત્રવધુની રક્ષા કરે છે ત્યાં તું મારી સાથે ચાલ. આ વાત સાંભળી રૂક્ષમણી ગભરાઈ. કે હું પતિવ્રતા સ્ત્રી છું. મારા પતિની આજ્ઞા વગર કયારે પણ મેં એક કદમ ઉઠાવ્યો નથી. તે આજ હું કેમ જઈ શકું? મૂંઝવણમાં પડેલી માતાને જોઈને પ્રશ્ન કહે છે તું શા માટે ગભરાય છે ? જે તને દીકરાને પ્રેમ હોય તે તારે મારી સાથે આવવું જોઈએ. નહિતર હું વૈતાઢય પર્વત ઉપર ચાલ્યો જઈશ. સોળ સોળ વર્ષથી ગૂરતી એવી માતા પુત્રના વચન સાંભળીને ગભરાઈ ગઈ અને તેણે પુત્રને આધીન થવાને વિચાર કર્યો. કુમારે વિદ્યાના બળથી એક ઉડતે રથ બનાવ્યું. તેમાં રૂકમણીને બેસાડીને ભાખંડ પક્ષીની માફક રથને આકાશમાં ઉડાડ. ને જ્યાં કુકણજીની સભા છે ત્યાં આવતાં શંખ વગાડીને કહ્યું- હે યાદ ! જાગે. કૃણુની પત્ની રૂકમણીનું હું અપહરણ કરીને લઈ જાઉં છું. તમે ચંદેરી રાજા શિશુપાલની સાથે યુદ્ધ કરીને રૂક્ષ્મણીને ઉઠાવી લાવ્યા હતા તે આજે તમારી પાસેથી હું ઉઠાવી જાઉં છું. હવે તમારામાં સ્વાભિમાન હોય તે મારી સાથે યુદ્ધ કરીને રૂકમણીને લઈ જજો. પણ ધ્યાન રાખજો કે હું કઈ લંપટ, નટખટ, દેવ, ગંધર્વ, વ્યંતર કે અસુર નથી પણ મનુષ્ય છું. તેમજ સતી રૂક્ષ્મણીના શીયળ ઉપર હાથ લગાડું તેમ પણ નથી. ચેરી કરીને છૂપી રીતે લઈ જતું નથી. પણ તમારી સમક્ષ જાહેરાત કરીને છડે ચોક ધોળા દિવસે લઈ જાઉં છું. તાકાત હોય તે મારી સામે આવજે. આવા અભિમાનયુક્ત શબ્દ સાંભળીને કૃષ્ણ, બલભદ્ર આદિ બધા યાદવેએ સભાની અંદર ધમધમાટ મચાવી દીધે, ને યુદ્ધની તૈયારી કરવા માંડી. આખી દ્વારકા
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy