________________
શારદા શિખર
૩૩
છે? જ્યારે તે છ રાજાઓએ દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી ત્યારે મલ્લી અરહિં જિતશત્રુ પ્રમુખ રાજાઓને આ પ્રમાણે કહ્યું કે જે તમને બધાને સંસારના ભય લાગ્યા છે, સંસાર ભયથી વ્યાકુળ થઈને મારી સાથે ભાગવતી દીક્ષા અંગીકાર કરવા ઈચ્છે છે તેા હૈ દેવાનુપ્રિયેા ! વિલંબ વગર તૈયાર થાવ. મલી ભગવતે છ મિત્ર રાજાઓને આ પ્રમાણે કહ્યું એટલે તેમના આનંદના પાર ન રહ્યો. અહા ! કેવા ઉચ્ચ કેટિના તે જીવા હશે ! પૂર્વ સાધના કરીને આવેલાં હતાં એટલે મલ્લીનાથ ભગવાનની એક ટકારે વીતરાગ પ્રભુના પંથે પ્રયાણ કરી વીતરાગ વાટિકામાં વિચરતા તૈયાર થઈ ગયા.
દેવાનુપ્રિયે ! છ રાજાએ છેલ છખીલા વરણાગી બનીને મલ્ટીકુમારીને પરણવા આવ્યા હતાં. પણ સ્હેજ નિમિત્ત મળતાં અંદરનું ઉપાદાન જાગી ઉઠયું. અને વરણાગી વર વૈરાગી બની ગયા. સતી પ્રભજના લગ્ન વખતે માયાના માયરામાં બેસવાની તૈયારીમાં હતી. માયરામાં બેસતાં પહેલાં સાધ્વીજી પાસે માંગલિક સાંભળવા ગયા. ત્યાં સાધ્વીજીની સ્હેજ ટકેાર થતાં વરણાગી પ્રભંજના કેવળજ્ઞાન પામી વીતરાગ્ની ખની માક્ષના માયરામાં બેસી ગયા. નેમકુમાર રાજેમતીને પરણવા તારણે ગયા ને પશુડાના પાકાર સાંભળીને પાછા ફર્યાં ને દીક્ષા લીધી. તે રીતે છ રાજાએ મી અરિહંતના વચનામૃતા સાંભળી વૈરાગી ખની ગયા.
છ રાજાઓને વૈરાગ્ય રંગે રંગાયેલા જોઈને મલ્લી અરિહંતે કહ્યું કે જો તમારે દીક્ષા લેવી હાય તા તમે પાતપાતાના રાજ્યમાં જઈ જ્યેષ્ઠ પુત્રને રાજગાદીએ બેસાડી રાજ્યના કારભાર તેમને સેાંપી એક હજાર માણસે ઉપાડે તેવી શીખીકામાં બેસીને મારી પાસે આવે. રાજાઓએ વાત અંતરમાં ધારણ કરી લીધી. એ કેવા હળુકી જીવા હશે કે તરત જાગી ગયા. તમે તે બધા શાહુકારના દીકરા છે ને ? અમારા ભગવાનની વાણીનેા એક શબ્દ પણ તમારા હૃદયમાં રાખો નહિ. અમને સોંપીને જાએ છે. (હસાહસ). છ રાજાઓએ મલી અરહિંતની વાતને સ્વીકાર કર્યો,
ત્યારબાદ મલ્લી અરિહંત જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓને પેાતાની સાથે લઈને તેઓ જ્યાં કુંભક રાજા હતા ત્યાં ગયા. ત્યાં જઈ ને કુ ંભક રાજાના ચરણામાં વંદન કરાવ્યા. મલ્લીનાથ ભગવંત ટૂંક સમયમાં અરિહંત ખનવાના છતાં પિતાજીના વિનય વ્યવહાર કેટલે સાચવે છે! છ એ રાજાઓએ કુંભક રાજાના ચરણમાં પડીને કહ્યું કે હું પિતાજી! અમને ખખર નહિ કે આપને ત્યાં આવા તારણહાર ભાવિના તીર્થંકર પ્રભુ ખિરાજે છે. અને અમે એમને પરણવા માટે કહેણુ મેકલાવ્યા. આપે તેના ઈન્કાર કર્યો તેથી અમે આપની સાથે યુધ્ધ કરવા માટે આવ્યા. અમે આપની ને અરિહંત પ્રભુની ઘેાર અશાતના કરી છે. અમને માફ કરજો. એમ કહી ક્ષમા માંગી