________________
શારદા શિખર
૯૨૫ જુઓ ત્યાં સંસારમાં ભય, ભય ને ભય છે. સંસાર અનેક પ્રકારની ઉપાધિથી ભરેલ. છે. આવું સમજીને હું દીક્ષા ગ્રહણ કરવાની છું. “ તુ વિંt g? કિં વરદ? કાન વિંને હિરણામ? પણ હવે તમે બધા શું કરશે? શે ઉદ્યમ કરશે? ક્યાં રહેશે? ઘરમાં રહેશે? કામ સુખ ભોગવશે કે સંયમ ગ્રહણ કરશે ? બતાવે, તમારા હૃદયનું સામર્થ્ય કેવું છે ! એટલે તમારા ભાવ કેવા છે ?
દેવાનુપ્રિય! મલ્લીકુમારીએ તેમના છ મિત્ર રાજાઓને કહ્યું કે હે મિત્રો ! આ સંસાર આધિ-વ્યાધિ અને ઉપાધિને ઉકરડે છે. ચિંતાને ચોતરે છે. કૂવાના રેટ જે છે, જેમ ડોલ ભરાય ને ઠલવાય તેમ જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં એમ ચારે ગતિમાં કૂવાના રેંટની માફક અનંતકાળથી ગમનાગમન કરે છે. તેને અટકાવી શાશ્વત સુખ અને શાંતિનું નિર્ભયસ્થાન મેક્ષ છે. તેની પ્રાપ્તિ માટે દીક્ષા લેવાની છું. તે હવે તમારે શું વિચાર છે ? અહીં આટલા બધા ભાઈઓ અને બહેને બેઠાં છે તેમાં ઘણાં ભાઈઓનાં મિત્રો હશે ને ઘણી બહેનેની બહેનપણીઓ હશે. તે તમે બધાં કદી એક બીજા ભેગા થઈને એકબીજાને પૂછે છે ખરા ? કદી ભેગા બેસીને ત્યાગના પંથે જવાની વિચારણા કરી છે ખરા? (હસાહસ) જે આત્માઓ સંસાર સુખના રસીયા છે. સંસારમાં ગળાબૂડ ખૂંચેલા હોય તેમને સંયમને વિચાર પણ ક્યાંથી આવે ? હું તે તમને કહું છું કે દીક્ષા લેવા જેવી છે છતાં ન લઈ શકે તે ધર્મસ્થાનકમાં આવે ત્યારે સંસાર ભાવ છેડીને આવજે. અને ધર્મચર્ચામાં, વાંચનમાં મનને જેડી, આશ્રવના દ્વાર બંધ કરીને સંવરમાં બેસી જજે તે કયારેક આત્માને સંયમ લેવાની ભાવના જાગશે. પણ આજે તે એ દશા આવી ગઈ છે કે છ સંવરનાં સ્થાનમાં બેસીને પણ આશ્રવની વાત છોડતાં નથી. પછી આત્મ સ્વરૂપની રમણતા કયાંથી થાય?
મલીકુમારીએ જિતશત્રુ પ્રમુખ છ રાજાઓને કહ્યું કે બોલે, દીક્ષા લેવી છે? તમારે શું વિચાર છે? હવે છ એ રાજાએ મલ્લીકુમારીને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્રઃ સુભટના કહેવાથી બલભદ્રજી કોધથી ધમધમતા રૂક્ષમણીના મહેલે આવ્યા ને રૂક્ષમણને કહ્યું જે તમારા મંત્રમાં બળ હેય મને પણ આ બધા સુભટેની જેમ સ્થંભાવી દે. આમ બેલતાં બલભદ્રજી આગળ વધ્યા ત્યાં શું બન્યું.
દરવાજા મેં આડા બ્રાહ્મણ, સીતાપાંવ ફેલાઇ,
હલધર બોલે ઉઠ ખડા હૈ, રાસ્તા દે હમ તાંઈ....શ્રોતા બલભદ્રજી રૂક્ષમણીના મહેલમાં દાખલ થવા જાય છે. ત્યાં એક મેટે હાંડાળે ને કુંડાળ, મલમસ્ત શરીરવાળ બ્રાહ્મણ મહેલના દરવાજા આડે સૂઈ ગયા. એણે