SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૨૩. एवं खलु देवाणुप्पिया! तुम्हे अम्हे इमाओ तच्चे भवग्गहणे अवर विदेहवासे सलिलावइंसि विजए वीयसोगाए रायहाणीए महब्बल पाभोक्खा सत्त वि य बालवयंसया rav Dા સદ કાયા કાવ વિચા! હે દેવાનુપ્રિયે! તમે અને હું આજથી ત્રીજા ભવે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી સલીલાવતી નામની વિજયમાં વીતશેકા નામની રાજધાનીમાં મહાબલ વિગેરે સાતે બાલમિત્ર રાજાઓ હતા. આપણે સાથે જન્મ્યા, સાથે મોટા થયા, સાથે રમ્યા અને ગુરૂવયને વેગ મળતાં સાતે મિત્રોએ સાથે દીક્ષા લીધી હતી. તે ભવમાં મેં સ્ત્રીનામ ગોત્ર કર્મને બંધ કર્યો. મેં સ્ત્રી નામ ગોત્ર કમને બંધ શાથી કર્યો ? તેનું કારણ હું તમને કહું છું. આપણે દીક્ષા લઈને નક્કી કર્યું હતું કે આપણે તપ-જપ, સ્વાધ્યાય આદિ જે કંઈ ક્રિયા કરીએ તે બધાએ સરખી કરવી. પણ મેં મેટાઈ મેળવવા માટે માયા કરી હતી. તમે બધા જ્યારે એક ઉપવાસ કરતાં હતાં ત્યારે હું પારણાને દિવસે કંઈ ને કંઈ બહાનું કાઢીને છઠ્ઠ કરતા હતા. તેમણે પૂર્વની બધી વાત કરી અને કહ્યું છેલે આપણે સાતેય મિત્રોએ સંથારે કર્યો અને આયુષ્ય પૂર્ણ કરી આપણે જયંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તમારી આયુષ્ય સ્થિતિ બત્રીસ સાગરોપમમાં કંઈક ઓછી હતી ને મારી આયુષ્ય સ્થિતિ બત્રીસ સાગરોપમની હતી. ત્યાં આપણે ધર્મચર્ચા, સ્વાધ્યાય બધું સાથે કરતાં. ત્યાંની સ્થિતિ પૂર્ણ થતાં તમે ત્યાંથી ચવીને આ જંબુદ્વીપમાં અલગ અલગ દેશમાં રાજાને ત્યાં પુત્રપણે જન્મ પામ્યા. અને મેટા રાજા બનીને પિતપિતાના રાજ્યનું શાસન ચલાવવા લાગ્યા છે. ત્યાર બાદ હે દેવાનુપ્રિયે! પણ દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ કરીને અહીં પુત્રી રૂપે જન્મ પામી છું. તમે છ એ મિત્રો પુરૂષપણે જમ્યા અને હું પૂર્વની માયાને કારણે સ્ત્રી થઈ. હવે મલ્ટીકમારી છે મિત્રોને મુખ્ય મુદ્દાની વાત કહે છે. હે દેવાનુપ્રિયે ! શું, તમે એ વાત ભલી ગયાં લાગે છે કે જ્યારે આપણે જયંત નામના શ્રેષ્ઠ અનુત્તર વિમાનમાં દેવપણે હતાં તે વખતે તમે “આપણે એકબીજાને બેધ પમાડે” એ પરસ્પર , સંકેત કર્યો હતે. તો તે દેવસબંધી જન્મને તમે યાદ કરો. (શ્રોતાઓને આ વાત બરાબર સમજાવવા પૂ. મહાસતીજીએ તેટલી પ્રધાન અને પિટીલાને દાખલે ખૂબ સુંદર રીતે રજુ કર્યો હતે.) જિતશત્રુ પ્રમુખ છ રાજા વિદેડ રાજવર કન્યા મલીકુમારીનાં મુખેથી પૂર્વભવની બધી વાત સાંભળીને મનમાં વિચાર કરવા લાગ્યા. ચિંતન કરવા લાગ્યા ત્યારે શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાયથી, લેશ્યાઓની વિશુધિથી તેમજ તદાવરણીય કર્મોના (જાતિસ્મરણના આવરણના કર્મોના) ક્ષપશમથી ઈહા, અપહ, માર્ગણ તેમજ ગવેષણ કરવાથી સંજ્ઞા પણાનાં પિતાનાં ભાવ દેખી શકે તેવું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી મલલીકુમારીએ કહેલા
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy