________________
૯૨૧
શારદા શિખર પડશે કે સત્યભામા સારી છે કે રૂક્ષમણી? આ બધું તેફાન જઈને બલભદ્રજી તે બરાબર ધમધમી ઉઠયા. તેફાન કરનાર પ્રદ્યુમ્ન છે પણ બધે એાળી ઘેળીયે રૂકમણીના માથે આવે. કૃષ્ણજીને ખબર નથી કે પ્રદ્યુમ્નકુમાર આવ્યું છે. એટલે તે પણ વિચારમાં પડી ગયા કે રૂકમણી તે સરળ ને સીધી છે. તે આવું તોફાન કરે નહિ ને આ બધું શું? મોટાભાઈની સામે તે બોલી ન શકે. એવી તે મર્યાદા સાચવતાં હતાં.
“બલભદ્રજી રૂક્ષ્મણીનાં મહેલે" -બલભદ્રજી કહે છે રૂકમણીનાં મંત્રો બહુ પાકા છે. એણે કૃષ્ણને વશ કર્યા છે પણ મને શું કરતી હતી? આમ કહીને બલભદ્રજી બીજા સુભટેને સાથે લઈને રૂક્ષમણુના મહેલે આવ્યા. બલભદ્રજી મહેલની નજીક આવ્યા ત્યારે પ્રધુમ્ન પૂછયું. માતાજી! આ કેણ આવી રહ્યું છે? રૂક્ષમણીએ કહ્યું. બેટા! તારા પિતાજીના મોટાભાઈ બલભદ્રજી છે. એ તારા મેટા કાકા થાય. આ દુનિયામાં તેમના જે બળવાન યોધ્ધ કેઈ નથી. આખી દ્વારિકા નગરી તેમના હુકમ પ્રમાણે ચાલે છે. બેટા! તું એમની સામે જઈશ નહિ. એ ખૂબ બળવાન છે. તું બચી જઈશ તે મારે મન બધું છે. આમ વાત કરે છે ત્યાં તે બલભદ્રજી પહોંચી ગયા. અને તેમણે રૂક્ષમણીને કહ્યું તમે વિદ્યા સિધ્ધ બન્યા છે. યોગીનીની સેવા કરી તેની પાસેથી ઘણાં મંત્રી સિદ્ધ કર્યા છે. તેના બળથી તમે કૃષ્ણને વશ કર્યા છે પણ આજે જે તમારા મંત્રમાં બળ હોય તે મને પણ આ બધા સુભટેની માફક થંભાવી દે. તે હું તમને ખરેખર સાચા સમજું. હવે પ્રદ્યુમ્નકુમાર ત્યાં શું પરાક્રમ કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૦૧ કારતક સુદ ૩ ને સેમવાર
તા. ૨૫-૧૦-૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! પરમ પંથના દર્શક, પ્રેરણાના પીયુષનું પાન કરાવનારા, પરમ પિતા પ્રભુના સુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. દેહીમાંથી વિદેહી દશા પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવનાર હોય તે વીતરાગ પ્રભુની વાણી છે. જ્યાં દેહ છે ત્યાં બધી ઉપાધિ છે. જ્યાં સુધી જીવ કાયાની કેદમાંથી મુક્ત નહિ બને ત્યાં સુધી બધું દુઃખ રહેવાનું છે. જ્યાં સુધી આપણે આ શરીરને મોહ છોડીને આ શરીરનો ઉપયોગ તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન, સંયમ વિગેરે સાધના માટે નહિ કરીએ ત્યાં સુધી આ કાયાની કેદમાંથી આત્માની મુક્તિ થવી મુશ્કેલ છે. આ માનવ દેહ દ્વારા આઠ કર્મોને ક્ષય કરી શકાય છે, ૧૧૬