________________
શારદા વિખર છે તેનાં વૃક્ષના ફળ આવ્યા છે. ત્યારે પ્રધમ્નકુમારે પૂછયું માતા ! મેં શેના બી વાવ્યાને ફળ આવ્યા ? ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું. સત્યભામાએ મારી સાથે કૃષ્ણ અને બલભદ્રજીને સાક્ષીમાં રાખીને જે શરત કરી તે તું જાણે છે. એની શરત પ્રમાણે મારા વાળ ઉતારવા માટે તેણે દાસીઓને મોકલી ત્યારે તે મને એારડામાં સંતાડીને પાછળથી તે એ સત્યભામાની દાસીઓને નાક કાન કાપીને માથે મુંડી બનાવી દીધી. એટલે બલભદ્રજીને ફરિયાદ થઈ. તેમણે ગુસ્સે થઈ મારે મહેલ લૂંટવા સુભટને મોકલ્યા છે. વાત કરતાં રૂક્ષ્મણી ધ્રુજી ઉઠી.
ચિંતા મત કર માત જરા તું, બાલક કરણી દેખ, વિદ્યાસે ધન વૃધ વિપ્રલી, લકડી હાથ વિશેષ હ–શ્રોતા મેટા પેટ ચાલ ઠંડી ચલ, દરવાજા પર આયા,
એક સુભટ કે છોડ શેષ કે, ધંભિત નિર્બલ બનાયા હે-શ્રોતા હે માતા ! તું બિલકુલ ચિંતા ન કરીશ. તારે જરા પણ ડરવાની જરૂર નથી. હવે આ તારે દીકરે કેવું પરાક્રમ કરે છે તે તું મહેલમાં બેઠી ઠંડે કલેજે જોયા કર. આમ કહી તેણે વિદ્યાના બળથી એક વૃધ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું. તેનું શરીર થરથર ધ્રુજે છે. હાથમાં લાકડી રાખીને માંડ માંડ પગલા ભરતાં રૂક્ષમણીના મહેલના મેઈન દરવાજા વચ્ચે ઉભે રહ્યો. જેનારને એમ લાગે કે હમણાં પડી જશે. વૃધ બ્રાહાણને જોઈને બલભદ્રના સુભટો કહેવા લાગ્યા કે હે ડોસા! તું અહીંથી ચાલ્યા જા. અમને જવા દે. ત્યારે બ્રાહ્મણે કહ્યું તમે ચાલ્યા જાવ. હું નહીં જાઉં. ત્યારે કહે છે આઘો ખસ. નહિ ખરું. એટલે સુભટેએ તેને મારવા માટે હાથમાં લાકડી લીધી.
પ્રધગ્નકુમારે મૂકેલી સ્થભન વિધા" – તે મારવા જાય ત્યાં બધા સુભટે દરવાજામાં જેમ ઉભા હતાં તેમ થંભી ગયા. ફક્ત એક સુભટને બાકી રાખે. બિચારા સુભટે ન હાલી શકે કે ન ચાલી શકે. આથી જે સુભટ છૂટે હતા તે દેડતે કૃષ્ણની સભામાં બેઠેલા બલભદ્રજી પાસે આવીને કહેવા લાગે કે રૂક્ષમણી તે પાકી ઠગારી નીકળી. એ મંત્ર તંત્ર બધું જાણે છે. એણે મંત્રના બળથી કૃણજીને તે વશ કરી લીધા છે પણ બધા સુભટેને તેના મંત્રના બળથી સ્થિર કરી દીધા છે. હું એક બાકી રહી ગયે. પ્રદ્યુમ્ન જાણીને એકને બાકી રાખ્યું હતું. એક છૂટ હોય તે કહેવા જઈ શકે ને ? અને બલભદ્રજી જાણે તે જરા મઝા આવે.
બલભદ્રજીને રૂક્ષ્મણ ઉપર ક્રોધ”:-સુભટની વાત સાંભળીને બલભદ્રજીના ક્રોધને પાર ન રહ્યો. ક્રોધથી લાલચોળ થઈને બોલવા લાગ્યા કે એ તે એવી માયાવી નીકળી કે ન પૂછો વાત. એણે મારા નાનાભાઈ કૃષ્ણને તે વશ કર્યો છે એટલે એને દેખે છે ને બિચારી સત્યભામાના સામું પણ તે નથી. હવે ખબર