SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિંખર કે નહિ? તેણે એક પણ વાળ આપ્યું નથી ને આટલું બધું તોફાન મચાવ્યું છે. તે તમે ન્યાય કરે. મારાથી આ અન્યાય સહન થતું નથી. એણે બલભદ્રજીને તરત બોલાવ્યાં ને બધી વાત કરી. સત્યભામાની વાત સાંભળીને બલભદ્રજીને ખૂબ ક્રોધ આવે ને કૃષ્ણને કહ્યું આવા સમયે હસવાનું ન હોય. તારા તેફાન છેડી દે. અને રૂક્ષમણી આટલું બધું તેફાન શા માટે કરે છે ? સત્યભામાએ હેડ બકી ત્યારે રૂક્ષમણીએ કબૂલ કરેલા છે, ને હવે શા માટે ફરી જાય છે? પિતે આપેલે કેલ બદલ તે રૂક્ષમણી માટે શભાસ્પદ નથી. અને સત્યભામાનું તથા તેની દાસીઓનું માથું મુંડવું, બધાનાં નાક, કાન કાપી લેવા આ બધું તેને શેભે છે? આમ કહીને બલભદ્રજી ખૂબ ગુસ્સે થયા. તે ગુસ્સાનું શું પરિણામ આવશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૯ આ વદ ૧૪ ને ગુરૂવાર તા. ર૧-૧૦-૭૬ શાસન સમ્રાટ, ભદધિના તરવૈયા અને આત્મિક જીવનનાં ઘડવૈયા એવા તીર્થકર ભગવંતના એકેક વચને ભવસાગર તરવા માટે દીવાદાંડી સમાન છે. જ્યાં જીવને સંસારમાં વિષમ માર્ગ આવે છે ત્યાં વીતરાગ પ્રભુનાં વચને ચેતવણી આપે છે કે તે આત્મા! તું સાવધાન બનીને તારે માર્ગ પસાર કર. જે સાવધાનીપૂર્વક નહિ ચાલે તે સંસાર સાગરમાં તારી નૌકા અટવાઈ જશે. અનંતકાળથી અજ્ઞાન દશાને કારણે આત્મા પિતાનાં સ્વરૂપને ભૂલી ગયા છે અને તેથી નહિ શોધવાનું શોધી રહ્યો છે. જેને નથી જાણવાનું તેને જાણવા મથી રહ્યો છે ને જેને અહીં મૂકીને જવાનું છે તેને મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે અને જ્યાં સુખ નથી ત્યાં સુખ માનીને શાંતિથી બેઠો છે. પણ વિચાર કરે કે જ્યાં સુખ છે નહિ ત્યાં ત્રણ કાળમાં સુખ મળશે ખરું? જ્યાં સુખને છાંટે પણ નથી ત્યાં સુખની કલ્પના કરીને જીવ સુખ શોધી રહ્યો છે તે ત્યાં શોધવાથી તેને સુખ મળવાનું નથી. એક વખત એક માણસ ઓરડામાં પડેલી ચીજ બહાર શેતે હતે. ત્યાંથી એક સજજન માણસ નીકળે. તેણે પૂછયું–ભાઈ ! આ તું શું કરે છે? તારું કંઈ ખેવાઈ ગયું છે? ત્યારે પેલા ભાઈએ કહ્યું–‘હા’. ત્યારે તે સજજન માણસે પૂછયું ભાઈ! તારું શું ખવાયું છે? ત્યારે તેણે કહ્યું–ભાઈ આજે સવારે ઓફીસે જવાના ટાઈમ ખમીશ પહેરતાં ખિસ્સામાંથી કંઈક સરી પડયું. એને ખનનનનન
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy