________________
વારતા દિખર કરી હતી ને મેં ગુસ્સે થઈને ના પાડી તેના કારણે મારી સામે લડવા આવ્યા. હવે તે મને જીતી લેશે અને મારી કુંવરી માટે ઝઘડે કરશે તે હું મારી પુત્રી કેને આપીશ? શું કરવું ? અનેક પ્રકારની ચિંતાના ચગળે તેમનું મન ચવ્યું હતું. કહેવત છે ને કે માણસને માથે અતિ ચિંતા આવે ત્યારે તેની ચતુરાઈ નષ્ટ જાય છે. તેનું લેહી બળી જાય છે ને તેનું રૂપ-તેજ પણ હણાઈ જાય છે. તેને કંઈ સૂઝતું નથી. કુંભક રાજાની પરિસ્થિતિ પણ આવી થઈ ગઈ અને તે લમણે હાથ દઈને બેઠાં હતાં. इमं च ण मल्ली विदेह रायवरकन्ना पहाया जाव बहूहिं खुज्जाहि परिखुडा जेणेव कुंभराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता कुंभगस्स पायग्गहण करेह । - કુંભક રાજા ચિંતાગ્રસ્ત હતાં તે સમયે વિદેહ રાજાની શ્રેષ્ઠ કન્યા મલ્લીકુમારી સ્નાન કરી સારા વસ્ત્રાભૂષણે પહેરી ઘણી કુજા (વક સંસ્થાનવાળી) દાસીઓની સાથે કુંભક રાજાની પાસે ગઈ ને પિતાના પિતાજી કુંભક રાજાના ચરણોમાં પડી નમન કર્યું. પણ આ સમયે કુંભક રાજા એટલા બધા વ્યગ્ર ચિત્તવાળા હતાં કે તેમની વહાલી પુત્રી મલ્લીકુમારી તેમની પાસે આવી પગમાં પડી ત્યારે તેને આદર સત્કાર કર્યો નહિ. રાજાને એ ખબર પડી કે મલ્લીકુમારી આવી છે પણ અત્યંત ચિંતાતુર હેવાના કારણે સાવ મૌન બેસી રહ્યા. પિતાને ચિંતાતુર જોઈને મલીકુમારીએ પૂછયું કે હે પિતાજી! હું પહેલાં આપની પાસે આવતી ત્યારે આપ ખૂબ હર્ષથી મારો આદર કરતાં હતાં. મને જોઈને આપ હરખાઈ જતાં અને મને પ્રેમથી ઊંચકીને ખોળામાં બેસાડતાં હતાં. પણ આજે આપ ઉદાસ બનીને આર્તધ્યાનમાં બેઠા છો ને ખૂબ ચિંતાતુર દેખાઓ છે તેનું કારણ શું?
“પિતાની ચિંતા દૂર કરવા બતાવેલો ઉપાય” – મલ્લીકુમારીની વાત સાંભળીને કુંભક રાજાએ કહ્યું-પર્વ ઘણુ પુરા! તવા નિયતૂપમુહૂં છf
દિ તૂરા રંપરિયા સેલ મા સૈાથ કાવ નિgar ! હે પુત્રી ! જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ તમારી સાથે લગ્ન કરવાની માંગણી કરવા દૂતે મારી પાસે મોકલ્યાં હતાં. ત્યારે મેં તેમની માંગણીનો સ્વીકાર કર્યો નહિ. તેમના દૂતનું અપમાન કરીને મહેલની પાછળનાં નાના બારણેથી બહાર કઢાવી મૂક્યા. એટલે દૂતો પાસેથી આ વાત જાણીને જિતશત્રુ પ્રમુખ છે એ રાજાઓ ખૂબ ગુસ્સે થયાં ને મારી સાથે યુધ કરવા આવ્યા. યુધમાં આ પ્રમાણે બન્યું કે હવે આપણું મિથિલા નગરને તેમણે ચારે તરફથી ઘેરી લીધી છે. તેના પરિણામે લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. લેક નગરીની બહાર જઈ શક્તાં નથી. આવી ભયંકર સ્થિતિ ઉભી થઈ છે. . तरण अहं पुत्ता तेसिं जियसत्त पामक्खिाण छण्हं राइणं अंतराणि अलभमाणे