________________
શારદા શિખર કેવી ગહન છે કે જ્યાં આવીને જાગવાનું છે ત્યાં એને ઉંઘ આવે છે ઉંઘવાના સમયે ચિંતાના ચક્કરમાં અટવાઈ જાય છે. આજે હજારમાં ૯૯ માણસેનાં મન ઠેકાણે નથી. સવારનાં ઉઠે ત્યારથી ચિંતાને તાજ પહેરીને બહાર નીકળે છે. તે રાતના સૂવે ત્યારે તેના માથાના વાળ વિખરાય છે પણ તેના મગજમાંથી ચિંતા વિખરાતી નથી. છેવટે એ ચિંતા માનવીને સ્વપ્નમાં પણ સતાવે છે. આ રીતે ચિંતામાં માનવ રાત દિવસ પસાર કરી અમૂલ્ય જિંદગી પૂરી કરે છે.
જેટલા પુગલનાં પથારા વધારતાં જશે તેટલું મન તેમાં રોકાયેલું રહેશે. પછી ધર્મ-શ્રવણમાં ને પ્રભુના સ્મરણમાં મન ક્યાંથી જોડાય ? પુદ્ગલને મોહ જીવને ધર્મથી છુટે પાડે છે. ભલે ને તમે અહીં આવીને બેઠાં પણ મન દૂગલના પથારામાં રમતું હશે. આ પુદ્ગલને રાગ જીવને દગો દેનાર છે. પુદ્ગલની વિચિત્રતા જોઈને જ્ઞાની પુરૂષએ વિચાર કર્યો કે પુદ્ગલ આપણને ગમે ત્યારે ને ગમે તેમ નચાવે છે તો હવે તેના નચાવ્યા આપણે નાચવું નથી. ખરેખર, પુદ્ગલની ભાગીદારીના કારણે આત્મા હીન અને દીન બની ગયું છે માટે એને રાગ છેડીને આત્મસાધનામાં જોડાઈ કર્મના બંધનથી આત્માને મુક્ત કરી શાશ્વત સુખને સ્વામી બનાવવા પુરૂષાર્થ કરે.
મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે તેમાં કુંભક રાજા ભાગી ગયા. આ વાતની છ એ રાજાઓને ખબર પડી એટલે જિતશત્રુ આદિ છ એ રાજાઓ સરહદ ઉપરથી મિથિલા નગરી તરફ આવ્યા. ને ચારે બાજુ ઘેરે નાંખે. એટલે બહાર હતાં તે બહાર રહી ગયા ને જે અંદર હતાં તે અંદર રહ્યા. કુંભક રાજાને ખબર પડી કે મારી નગરીને દુશ્મને એ ચારે તરફથી ઘેરી લીધી છે ત્યારે તેમની ચિંતાને પાર ન રહ્યો.
અહે! છ છ રાજાઓ મારા ઉપર તૂટી પડ્યાં છે ને હું તે એક છું. મારું સૈન્ય વેરવિખેર થઈ ગયું. હવે હું શું કરીશ? આ રીતે ચિંતાતુર બનીને પિતાના મંત્રીઓ સાથે પિતાની ખાનગી સભામાં શ્રેષ્ઠ સિંહાસન ઉપર જઈને બેઠાં. અને એ રાજાઓને કેમ છતવા? તે માટે કેવી રીતે લડવું તે વિચાર કરવા લાગ્યા અને ઈષ્ટસિદ્ધિ કરનારા ઉપાયથી શત્રુઓને કેમ હરાવવા તે વાત ઉપર વિચારણા કરી તેમજ ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી અને પરિણામિક બુધિઓથી મંત્રીની સાથે બેસીને વારંવાર આ સમસ્યા ઉપર મંત્રણ કરી પણ એવી ગંભીર પરિસ્થિતિમાં તેઓ મૂકાઈ ગયાં હતાં કે તેમને ઈષ્ટસિદ્ધિને કેઈ ઉપાય સૂઝ નહિ ત્યારે દુઃખી થઈને આર્તધ્યાન કરવા લાગ્યા.
કુંભક રાજા શૂનમૂન બનીને બેઠાં છે. તેમના મનમાં એક રાજ્ય જશે એટલી જ ચિંતા નથી. પણ સાથે એ ચિંતા છે કે આ છ રાજાઓએ મારી પુત્રીની માંગણી