________________
શારદા શિખર નબળો નથી પણ તે સરકારને પટ્ટો પહેર્યો છે એટલે તને કંઈ કહી શકતો નથી. ત્યાં પેલે પોલીસ ભભૂકી ઉઠશે. શું મારું કંઈ વર્ચસ્વ નહિ! આ પિલીસના પટ્ટાનું વર્ચસ્વ છે તે લે..આ પટ્ટો ફગાવી દઉં છું. એમ કહીને પિોલીસે પટ્ટો ફગાવી દીધો. એણે જે પટ્ટો ફગાવ્યું તે જ શેઠે તેને પકડીને ચાર તમાચા ચઢાવી દીધા. પેલે કહે કે હું પિોલીસ છું. મને તમે મારનાર કેશુ? પોલિસે ફરિયાદ કરી. કેર્ટમાં શેઠને બેલાવ્યા ને પૂછયું–પિલિસને તમે શા માટે માર્યો? શેઠ કહે છે મેં તમારા પિલિસને માર્યો નથી. મેં તે એક સામાન્ય માણસને માર્યો છે. એને પૂછો. એણે પિલિસનો પટ્ટો ઉતારીને ફેંકી દીધા પછી માર્યો છે. બધી પૂછપરછ થઈ. શેઠે બધી સત્ય હકીકત કહી ત્યારે સરકારે શેઠનો ખભો થાબડીને કહ્યું–શાબાશ. સરકારે શેઠને શાબાશી આપી અને પોલિસને રીટાયર કર્યો. તમારે ને અમારે બધાને શાબાશી જોઈએ છે પણ તે કયારે મળે ? તમે શ્રાવપણાને વફાદાર રહે ને અમે સાધુપણામાં વફાદાર રહીએ તે. નહિતર કેડીની કિંમત નહિ રહે. પેલા પોલિસની માફક રીટાયર થવું પડશે. સાધુએ સાધુપણાનાં મૂલ્ય ચૂકવવા પડશે. ગુણ હશે તે કિંમત થશે. નહિતર કઈ નહિ પૂછે.
એક વખત એક બ્રાહ્મણ બીરબલ પાસે આવીને રડવા લાગ્યું. બીરબલ કહેકેમ રડે છે ? તે કહે-હું આટલા શાસ્ત્રો ભર્યો છતાં મને કઈ પંડિત નથી કહેતું. બીરબલની બુધ્ધિ તો તમે જાણે છે ને ? બીરબલ હસીને કહે છે તમને આખું ગામ પંડિતજી.... પંડિતજી કહીને બોલાવે તેમ કરું. પણ તું મને શું આપીશ? પંડિત કહ્યું કે ૫૦૦ રૂપિયા આપીશ. બીરબલે ૫૦૦ રૂપિયા લઈને કહ્યું કે જે એક મહિનામાં તને લેકે પંડિત ન કહે તે હું કહીશ તે સજા ભોગવી લઈશ. બીરબલે પીપરમીટ લાવીને છોકરા ભેગા કર્યા ને શીખવાડયું કે આ માણસ બહાર નીકળે
ત્યારે તમારે એ પંડિતજી ! પંડિતજી કહેવું. પંડિત બહાર નીકળે એટલે છોકરાનું ટેળું તેની પાછળ પડે ને એ પંડિતજી ! એ પંડિતજી કહીને તેની પાછળ જવા લાગ્યા. ત્રણ-ચાર દિવસમાં બધાં જાણી ગયા કે આ પંડિત છે. એટલે પંડિતજી–પંડિતજી કહેવા લાગ્યા. તેથી એ બ્રાહ્મણ તે કંટાળી ગયા ને બધાને ગાળો દેવા લાગ્યો. આને પંડિત કહેવાય ! જે પંડિત હોય તે હું પંડિત છું એવું કહેવડાવવા માટે મહેનત કરે ! હીરાની કિંમત લાખે ની હેય પણ હીરે એમ ન બોલે કે મારી કિંમત આટલી છે. “ હીરા મુખણે ના કહે લાખ હમારા મૂલ.” તેમ સાચે પંડિત પિતે પંડિત છે તેમ ના કહે. સાચે સાધુ કે શ્રાવક એમ ના કહે કે અમે શ્રાવક કે સાધુ છીએ. એના ગુણથી મૂલ્ય થઈ જાય છે. સાધુના સાધુતાના ગુણથી ને શ્રાવકના ગુણથી મૂલ્ય અંકાય છે. એક શ્રાવક રોજ વ્યાખ્યાનમાં આવીને સામાયિક લઈને બેસી જાય. જે રોજ આવે તેને સાધુ પણ હિસાબ રાખે. પેલો શ્રાવક બે દિવસ ઉપાશ્રયે ન આવ્યું. ત્રીજે દિવસે આવે ત્યારે મહારાજે પૂછયું.
૧૧