________________
સારા શિખર ગમે તેટલું જોયું હોય પણ જરાય બેલે નહિ, કે કુલાય નહિ. ગંભીર વડલા જેવા હોય. કૂવાના દેડકાને ન્યાય આપીને ચેલાએ કહ્યું હે જિતશત્રુ રાજા ! જેમ પેલા કૂવાના દેડકાએ બીજા કુવા, તળાવ, સરોવર, દ્રહ કે સમુદ્ર વિગેરે જળાશ જયાં ન હતાં તેથી તે એમ માનતા હો કે મારે કૂવે એ જ તળાવ, સરોવર, દ્રહ ને સમુદ્ર છે. આનાથી બીજું કઈ મોટું નથી. એ રીતે હે રાજા ! તમે પણ કઈ દિવસ બીજા કેઈ રાજેશ્વર વિગેરે તેમજ સાર્થવાહ વિગેરેની સ્ત્રીઓને, બહેનેને, પુત્રીઓને કે પુત્રની વહુઓને જોઈ નથી તેથી તમે એમ માને છે કે મારા જેવું અંતેવર બીજે ક્યાંય નથી એટલે કે મારા જેવી રાણુઓ બીજા કેઈ રાજાના અંતેઉરમાં નહિ હોય. હે રાજા ! તમને તમારા રાજ્યમાં બેઠાં બેઠાં શું ખબર પડે કે કેવી કેવી સૌંદર્યવાન રાણીઓ અને રાજકુમારીએ બીજા રાજાના અંતેઉરમાં છે.
ચેક્ષા પરિત્રાજિકાની વાત સાંભળીને જિતશત્રુ રાજાના મનમાં વિચાર થયે કે આ પરિત્રાજિકા મને આમ કહે છે તે બીજે કયાંય મારા અંત:પુર કરતાં વિશેષ સારું અંતર તેણે જોયું હશે તે જ આ પ્રમાણે કહે છે. ત્યાં ચેક્ષિાએ કહ્યું તમને એમ લાગે છે કે મારું અંતેઉર સુંદર છે. તે સાંભળે. મિથિલા નગરીમાં પ્રભાવતી રાણીના ગર્ભથી જન્મેલી કુંભક રાજાની પુત્રી મલ્લીકુમારી પિતાના રૂપ અને યૌવનથી એટલી બધી સુંદર છે કે તેની સામે દેવકન્યા પણ કંઈ નથી. ઈન્દ્રની અસરાના તેજ પણ એની સામે ઝાંખા પડે. હે રાજન્ ! વધારે તે શું કહું.
"विदेह रायवर कन्याए छिण्णस्सवि पायंगुहस्स इमे तवोरोहे सयसहस्ततिमपि ક અઘરું ઉત્ત૬ મેવ રિંત જૂથ તાવ રિવં શિવા” વિદેહ રાજાની ઉત્તમ કન્યા મલીકુમારીના કપાયેલા પગના અંગુઠાના નખના લાખમાં ભાગ બરાબર પણ તમારું અંત:પુર આવી શકે તેમ નથી. ટૂંકમાં ચક્ષાએ કહ્યું કે મલ્લીકુમારીનું જે રૂપ છે, તેના દેહની જે તેજસ્વીતા અને ક્રાન્તિ છે તેની આગળ તમારી રાણીઓનું રૂપ પાણી ભરે છે. એના નખ જેટલું પણ તમારી રાણીઓનું રૂપ નથી. આ પ્રમાણે કહીને ચક્ષા જે દિશામાંથી આવી હતી તે દિશા તરફ પાછી ચાલી ગઈ.
ચેક્ષા પરિત્રાજિકા તે ચાલી ગઈ પણ મલ્લીકુમારીના રૂપ અને સૌંદર્યની પ્રશંસા સાંભળીને જિતશત્રુ રાજાના મનમાં થયું કે એ મલીકુમારી કેવી હશે ! એને જે મારી રાણી બનાવું તે મારી જિંદગી સફળ થાય. મારું અંતેઉર શેભી ઉઠે. આમ મકલીકુમારીના પ્રત્યે જિતશત્રુ રાજાને અનુરાગ ઉત્પન્ન થશે. અને તેમણે તને બેલાગ્યો. અને પૂર્વેના પાંચ રાજાઓની માફક કહ્યું કે તમે મિથિલા નગરી જાઓ. ત્યાં જઈને કુંભક રાજા પાસે મલ્લીકુમારીની મારા માટે માંગણી કરે. રાજાને હુકમ થવાથી દૂત મિથિલા નગરી જવા ઉપડી ગયે.
મલ્લીકુમારીનાં પૂર્વનાં છે મિત્રોની વાત ચાલતી હતી. તે છ એ છ રાજાઓએ