________________
શારદા શિખર
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂત છે. આ પાંચ મહાભૂતની એક વખત મીંટીગ ભેગી થઈ. તેમાં પાંચ મહાબતે આપસ આપસમાં લડવા લાગ્યા. તેઓ બધા કહેવા લાગ્યા કે હું કંઈક છું. હું મુખ્ય છું. મારા વિના બીજાની કંઈ કિંમત નથી. સૌથી પહેલાં વાયુ પિતાની મહાનતા બતાવતા કહેવા લાગે કે તમારા બધામાં હું સૌથી શ્રેષ્ઠ છું. મારા વિના તમારા કોઈની કિંમત નથી. કારણ કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી શરીર ટકી શકે છે. વાયુ વિના શ્વાસ લેવાતા નથી. માણસ જ્યારે શ્વાસ ન લઈ શકે ત્યારે ઓકસીજન દ્વારા તેને ચોખ્ખી હવા આપવામાં આવે છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી માનવનું શરીર ટકી શકે છે. એટલે જ્ઞાની કહે છે કે હે જીવ! તારા શરીરમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તપ-ત્યાગ વિગેરે જેટલી ધર્મારાધના થાય તેટલી કરી લે. આયુષ્ય પૂર્ણ થતાં ચેતના વરૂપ આત્મા દેહમાંથી નીકળી જશે એટલે શ્વાસોચ્છવાસ બંધ પડી જશે. ત્યારે કંઈ પણ કરી શકવાનો નથી. માનવ જીવનને એકેક શ્વાસ કિંમતી છે. એકેક શ્વાસે માનવ ધારે તેટલી કર્મની નિર્જરા કરી શકે છે. શ્વાસ બંધ પડી ગયા પછી માણસ ગમે તેટલું કરે તે પણ બંધ પડેલો શ્વાસ ચાલુ કરવાની તેનામાં તાકાત નથી.
એક વખત એક શેઠ બિમાર પડયા. છેલ્લી ઘડીઓ ગણાતી હતી. પાસે ધન ઘણું હતું એટલે શેઠાણીએ મોટા મોટા ડેકટરોને બોલાવ્યાં ને કહ્યું કે તમે ગમે તેમ કરીને શેઠ પાંચ દશ મિનિટ બાલી શકે તે કઈ પ્રવેગ કરે. જે શેઠ બેલે તે હું વીલ કરાવી લઉં, પાંચ મિનિટ પણ બોલશે તે એક લાખ રૂપિયા આપીશ. પણ શેઠના શ્વાસે છૂવાસ પૂરા થયા. તેથી ડૉકટરોએ ઘણાં પ્રયત્ન કર્યા પણ બધા નિષ્ફળ ગયા. શેઠ પરલોકમાં પ્રયાણ કરી ગયા. એટલે વાયુ કહે છે જુઓ, મારા વિના કંઈ કામ ચાયું? શરીરના સંચાલનમાં સૌથી શ્રેષ્ઠ છું. ત્યારે પાણીએ કહ્યું કે વાયુની જેટલી જરૂર છે તેટલી મારી જરૂર છે. મારા વિના પણ કેઈનું કામ ચાલતું નથી. જે શરીરમાં પાણી ન હોય તે શરીર ટકી શકતું નથી. માણસના શરીરમાં પાણી ખૂટી જાય છે ત્યારે યુકેઝના બાટલા ચઢાવવા પડે છે. પાણીના અભાવમાં શરીર સુકાઈ જાય છે માટે વાયુની માફક મારા વિના પણ કામ ચાલતું નથી.
ત્યાં અગ્નિ ઉછળીને કહે છે તમારા કરતાં મારું મહત્વ વિશેષ છે. અગ્નિ વિના અન્ન પકાવાતું નથી, તથા માનવના શરીરમાં પણ જો હું ન હોઉં તે ખાધેલું અન્ન કેવી રીતે પચે ? અગ્નિ વિના શરીર ઠંડુ પડી જાય છે. એટલે અગ્નિ કહે છે કે મારું પણ એટલું મહત્વ છે. આ ત્રણ તત્ત્વની વાત સાંભળીને આકાશ ગાજીને કહે છે તે શું તમારા કરતાં હું કંઈ કમ છું? હું છું તે માણસ શબ્દનું ઉચ્ચારણ કરી શકે છે. આકાશ વિના શબ્દ બેલી શકાતું નથી. ન્યાયશાસ્ત્રમાં પણ કહ્યું છે