________________
વ્યાખ્યાન ન. ૯૫
“સગુણ આત્માને પ્રજાને છે. આસો વદ ૮ ને શુક્રવાર
તા. ૧૫-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ સુશીલ માતાઓને બહેને !
શાસનના નેતા અને મોહરૂપી મલના વિજેતા ભગવંતે એ જગતના જીના ઉધારને માટે મોક્ષને માર્ગ બતાવ્યું. એ માર્ગે પહોંચવા સર્વપ્રથમ જીવનમાં સદ્ગુણ લાવવાની જરૂર છે. કારણકે આત્મામાંથી પરમાત્મા બની પરમાત્માના પદની પ્રાપ્તિ માટે અવશ્ય સદ્ગુણ જોઈશે. સદૂગુણ વિનાનું જીવન સુગંધ વિનાના સુમન જેવું છે. માનવના જીવનમાં રહેલા સદ્દગુણની સુવાસ ચારે તરફ ફેલાય છે. સગુણ એ માનવને સાચો શણગાર છે. સદ્દગુણ મનુષ્યને આ લેકમાં પ્રસિદ્ધિ આપે છે ને પરલોકમાં પણ માનવીને મહાન બનાવે છે. સદ્દગુણમાં આવી મહાન શક્તિ રહેલી છે. પુષ્પમાં સુગંધ હોય છે, તેની સુગંધ જે દિશામાં પવન જાય છે તે દિશામાં ફેલાય છે. પણ બીજી દિશામાં જતી નથી. જ્યારે મનુષ્યના જીવનમાં રહેલા સદ્ગુણ રૂપી પુપિની સુવાસ દશે દિશામાં ફેલાય છે. એટલા માટે જે મનુષ્ય ઉન્નતિના પંથે પ્રયાણ કરવું હોય તે આત્મિકગુણેને સંચય કરે પડશે.
બંધુઓ ! જ્ઞાની પુરૂષે કહે છે કે મેક્ષમાં જવા માટે સદ્ગુણેને સંચય કરે. તે હવે તમે વિચાર કરો કે સદ્ગુણને સંચય કેવી રીતે કરે? સદ્ગુણ એ કેઈ એવી વસ્તુ નથી કે તેને ધન આપીને ખરીદી શકાય અથવા તે શારીરિક બળથી કેઈની પાસેથી છીનવી લેવાય. સદ્દગુણ એ આંતરિક ખજાને છે. તે હદયની સરળતા, ત્યાગ અને સંયમથી મેળવી શકાય છે. ગુરુ ગુજરાત ર વિંગ: સોનાના ગુણવાન અને ગુણને રાગી સરળ માણસ કેઈક હોય છે. સદ્ગુણ પ્રાપ્ત કરવા માટે જીવને મહેનત કરવી પડે છે. તમારે કઈ મૂલ્યવાન ચીજ પ્રાપ્ત કરવી હોય તે મહેનત પુરૂષાર્થ કરવો પડે છે ત્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. તે વિચાર કરે કે સદૂગુણ તે અમૂલ્ય રત્નને ખજાને છે તેને પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે ને સહનશીલતા કેળવવી પડે તેમાં શું નવાઈ?
સદ્ગુણએ આત્મિક ખજાને છે. ક્રોધ, માન, માયા અને લાભ આ ચારેય શત્રુઓ આત્મિક ગુણોની પ્રાપ્તિમાં આડખીલ કરનારાં છે. તેમાં સૌથી મુખ્ય શત્રુ અભિમાન છે. તે આત્મામાં સદ્ગુણને પ્રવેશ કરવા દેતું નથી. રાવણના જીવનમાં ઘણાં ગુણે હતાં. સાથે ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી એટલે તેની સેવામાં દેવો પણ હાજર રહેતાં હતાં. તેનાં પુદયથી ઉચ્ચ જાતિ, ઉચ્ચકુળ, અતુલ એશ્વર્યા અને અપાર શક્તિ