________________
૮૫૭
શારદા શિખર બ્રાહ્મણનો સ્પર્શ થયે તે સુંદર બની ગઈ. એટલામાં બ્રાહ્મણે વાવમાં જઈને કમંડળ પાણીથી ભરી લીધું એટલે આખી વાવ ખાલીખમ થઈ ગઈ.
આ જોઈને દાસીએ કહ્યું કે ભાઈ! તુ આ બધું પાણી કયાં લઈ જાય છે? થોડું તે રાખ, તુ તે કઈ જાદુગર લાગે છે. સત્યભામા રાણી આ વાત જાણશે તે મારું આવી બનશે. માટે ભાઈ! થોડું પાણી વાવમાં રહેવા દે. પણ સાંભળે જ કેણુ? એ તે કમંડળ લઈને કિલ્લોલ કરતે સત્યભામાના બજારમાં આવ્યું. એના બજારની શોભા જોઈને ખૂબ આનંદ પામે. અને વિદ્યાના બળથી હીરા, માણેક, મિતી, પન્ના વિગેરે ઝવેરાત, સેનાનાં આભૂષણે, હાથી, ઘડા બધું સત્યભામાનું જે કંઈ હતું તે હરણ કરીને લઈ જવા લાગ્યું ને બજારમાં હાહાકાર મચી ગયો. તેટલામાં બે-પાંચ દાસીઓએ આવીને તેને પકડી ને કહ્યું- દે. આ ચાર અમારી સત્યભામા રાણીની વાવનું બધું પાણી લઈ જાય છે. તેને પકડે. આમ કહ્યું એટલે મદને શું કર્યું? પાણીનું કમંડળ ઊંધું વાળ્યું એટલે બજારમાં પાણી પાણી થઈ ગયું. નદીની જેમ પાણી વહેવા લાગ્યું ને તેમાં સારી સારી ચીજો તણાઈ ગઈ લોકે પાણીમાં તરવા લાગ્યા. આટલું બધું બંબાકાર પાણી જોઈને લેકે ડરવા લાગ્યા. પેલી દાસીઓ તે ભાગી ગઈ. આનો જે કંઈ ઉપાય નહિ થાય તે નગરી
બી જશે. આવા ભયથી લેકે ત્રાસી ગયા. જીવ બચાવવા લેકે નાસભાગ કરવા લાગ્યા. આ બધે પ્રધુમ્નની વિદ્યાનો ચમત્કાર હતા. તેની વિદ્યાના પ્રભાવથી આવા અનેક પ્રકારનાં કુતૂહલ કરતે દ્વારિકા નગરી જેતે આગળ ગયે. આ માયા સમેટીને તેણે રૂપ પલટાવી નાંખ્યું. નવયુવાન તેજસ્વી બ્રાહ્મણનું રૂપ બનાવ્યું. ગળામાં તુલસીની માળા પહેરી, કપાળમાં તિલક કર્યું ને આગળ ચા. તે તેણે એક જગ્યાએ ઘણાં માળીઓ અને સુંદર અને સુગંધિત પુપિનો ઢગલે જે. તે જોઈને તેણે વિદ્યાને પૂછયું કે આટલાં બધાં સુંદર ઉત્તમ જાતિનાં પુપે અહીં શા માટે એકઠાં કરવામાં આવ્યા છે ? ત્યારે વિદ્યાએ કહ્યું કે આ તે ભાનુકુમારના લગ્ન પ્રસંગ માટે માળીએ હાર ગજરા અને છડીઓ ગૂંથે છે. બ્રાહ્મણના રૂપમાં પ્રદ્યુમ્નકુમાર માળીઓ પાસે આવીને કહે છે ભાઈ! મને આમાંથી ત્રણ ચાર કુલ આપને ! ત્યારે માળીઓ ગુસ્સે થઈને કહે, અરે! આવા કુલ તમને આપવા માટે નથી લાવ્યા? આ તે અમારા કૃષ્ણ મહારાજાના પુત્ર ભાનુકુમારનાં લગ્ન માટે હાર–ગજરા ને વેણુઓ શું થાય છે. માળીએ ફૂલ ન આપ્યા ત્યારે તેણે ફૂલને હાથ અડાડો તે બધા ફૂલ આકડાનાં બની ગયા. હવે લગ્નમાં આકડાના હાર શેભે ? માળીઓ તે મૂંઝાઈ ગયા. હવે શું કરવું? આ ભાઈ સાહેબ તે આગળ ચાલ્યા ગયા. ને આવ્યા અત્તરવાળાની બજારમાં, ત્યાં શું ચમત્કાર કર્યો,
૧૦૮