________________
૫૬
શારદા શિખર મશ્કરી કરતાં કહ્યું કે એ સત્યભામા કોણ છે? શું તે કઈ દેવી છે કે કઈ ભૂતડી છે! ત્યારે બાઈએ કહ્યું તું તે જાણે સ્વર્ગમાંથી ઉતર્યો લાગે છે. તેથી તને ખબર નથી કે સત્યભામા કેણ છે ? સત્યભામાં કૃષ્ણની પટરાણી છે. સાંભળ.
આ વાવ સત્યભામાની છે, ને હું તેનું રક્ષણ કરનારી છું, આ વાવમાં કઈ ગમે તેટલી ચાલ રમેગમે તેમ કરે પણ એક ટીપું પાણી લઈ શકતું નથી. આ વાવમાં તે ફક્ત કૃષ્ણજી, સત્યભામાં અને ભાનુકુમાર જ સનાન કરે છે. બાકી બીજા તે કઈ આ વાવની સામે દૃષ્ટિ પણ કરી શકતા નથી. તે તને કેવી રીતે સ્નાન કરવા દઉં! ત્યારે હસીને મને કહ્યું કે હું પણ કૃષ્ણને પુત્ર છું. તે મને સ્નાન કરવા દે. બાઈ કહે-હા, તારા જે કૃણને પુત્ર હેય? તું કઈ રાણીને જાય છે ? તે કહે. તે કહે કઈ રાણીને ? તે હું રૂક્ષ્મણીને નંદ છું. (હસાહસ) ભાનુકુમારથી માટે છું. માટે મારો આ વાવમાં સ્નાન કરવાને પહેલો હક્ક છે. તમારે બીજી એક મઝાની વાત સાંભળવી હોય તે કહું સાંભળે. ત્યારે સ્ત્રીઓએ આશ્ચર્ય પૂર્વક કહ્યું-શું મઝાની વાત છે તે કહો.
1, પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે દુર્યોધને ભાનુકુમાર સાથે પરણાવવા તેની પુત્રી ઉદીપકુમારીને સ્વયંવરા રૂપે અહીં મોકલી હતી. માર્ગમાં ભલે એ કૌર પાસેથી પડાવી લઈને તે કન્યા લઈ જઈને તેમના રાજાને આપી. તે કન્યા જોઈને ભીલના રાજાને થયું કે આ તે કઈ રાજકુમારને શોભે તેવી છે. એટલે કેઈ કામ માટે હું ત્યાં ગયેલ, ત્યારે તેણે મને તે કન્યા આપી દીધી છે. અને તમે તે મને વાવમાં સનાન કરવા દેતાં પણ નથી. ત્યારે તે સ્ત્રીઓએ કહ્યું કે વૃધ્ધ થઈને આટલું બધું અસત્ય શું બેલો છો ? દુર્યોધનની પુત્રીને પરણવાનાં તારા દેદાર તે જે ? એ તે ત્રણ કાળમાં ન બને. દુર્યોધનની પુત્રી તો ભાનુકુમારની સાથે પરણશે. ત્યારે મદને હસીને કહ્યુંજોઈ લે જે એ ભાનુડે પરણે છે કે હું પરણું છું ? ' હે પાગલ દાસીઓ ! તમે આ વાતનો ભેદ શું સમજે? એ તે બધું હું સમજું છું. અને હું તે એ પવિત્ર છું કે જ્યાં મારા પગની રજ અડે ત્યાં બધું પાવન બની જાય છે. એમ કહીને ઉભો થઈને ધીમે ધીમે વાવમાં ઉતરવા ગયો. તે વાવની રક્ષા કરનાર દાસીઓ પણ તેની પાછળ જઈને બ્રાહ્મણને પીટવા લાગી. તે બ્રાહ્મણનાં શરીરને સ્પર્શ થતાંની સાથે બધી સ્ત્રીઓ અત્યંત સુંદર બની ગઈ કોઈનાં કપાયેલાં કાન, ચપટાં નાક બધા સારા થયા. સ્ત્રીઓ અત્યંત સૌંદર્યવાન બની ગઈ. એટલે બ્રાહ્મણની પ્રશંસા કરતી બોલવા લાગી કે ભાઈ! તમે તે કઈ દેવ લાગો છો. અમે આવી કાળી ને બેડોળ હતી તે રૂપાળી બની ગઈ. તમારું અને ભવ સારું થજે. એમ કહી બીજી સ્ત્રીઓને બોલાવવા લાગી. જે સ્ત્રીઓને