________________
શારદા શિખર મહલકુમારીનું ચિત્ર કોણે દેયુ છે? ત્યારે જેણે ચિત્ર દોર્યું હતું તે હર્ષભેર આગળ આવીને કહેવા લાગ્યો કે મેં દેવું છે. એના મનમાં તે એવી હોંશ હતી કે મેં રાજકુમારીનું સુંદર ચિત્ર દોર્યું છે. એટલે મને વધુ સારું ઈનામ મળશે પણ એને બિચારાને ખબર નથી કે હમણાં કેવું ફરમાન થશે ! રાજાના માણસે કહ્યું કે રાજ્ય તરફથી તમારો વધ કરવાનું ફરમાન થયું છે. આ સાંભળીને હર્ષભેર આવેલાં ચિત્રકારોના મુખ ઝાંખા પડી ગયા. બધા ઉદાસ બની ગયાં.
ચિત્રકારને વધ કરવાની વાત જાણીને બધા ચિત્રકારો ભેગાં થઈને જ્યાં મલ્લદિનકુમાર હતા ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને જય વિજય શબ્દથી તેમને વધાવ્યા. વધાવીને કહેવા લાગ્યા પહં વહુ નામી હે સ્વામી! તે ચિત્રકારને એવા પ્રકારની લબ્ધિ પ્રાપ્ત થઈ છે કે તે જે કેઈપણું મનુષ્ય, પશપક્ષી વિગેરેનાં શરીરને એક ભાગ દેખે તે તેનાં ઉપરથી તેનું આખું ચિત્ર દેરી શકે છે. આ કળા ઉપર તેમણે પૂરેપૂરો અધિકાર જમાવ્યું છે. અમારા કઈમાં એવી શક્તિ કે કળા નથી. એ અમારા બધામાં વિશિષ્ટ છે. ખૂબ હોંશિયાર કલાકાર છે માટે
तं माणं साभी ! तुम्भे तं चित्तगरं बझं आणवेह, तं तुम्भेणं सामी! तस्स चित्तगरस्स अन्नं तयाणुरुवं दंडं निव्वतेह । | હે સ્વામિન! તમે એ ચિત્રકારને મારવાની આજ્ઞા માંડી વાળે, આપ તે ચિત્રકારને તેના ગુના ચોગ્ય બીજે કઈ પણ દંડ કરે.
બધા ચિત્રકારે કહે છે મહારાજા ! ખરેખર, આવા પવિત્ર સતી મલ્લીકુમારીનું ચિત્ર દેરાય નહિ. એવી સતીઓના ચિત્રો કંઈ પ્રદર્શનમાં મૂકવાના ન હોય, કારણ કે જે પવિત્ર સતી કદી બહાર નીકળતાં નથી. કેઈ પુરૂષનું મુખ જોતા નથી, તેનું ચિત્ર આ ચિત્ર સભામાં આવનાર હાલીમવાલી બધા જુએ તે સારૂ ન કહેવાય. આ અમારા ચિત્રકારની મોટી ભૂલ છે. અમારા માટે ગુન્હો છે. અમે અમારે ગુન્હો કબૂલ કરીએ છીએ. આપની પાસે માફી માંગીએ છીએ. તે આપ એને વધ કરવાની સજા માંડી વાળ ને બીજી કઈ શિક્ષા કરે. જ્યારે ચિત્રકારોએ ભૂલ કબૂલ કરી, માફી માંગી એટલે મહલદિનકુમારનું હૃદય પીગળ્યું અને તેને વધ કરવાની આજ્ઞા પાછી ખેંચી લીધી. પણ તેને ગુન્હ છે એટલે તેને શિક્ષા તે બરાબર મળવી જોઈએ. આમ વિચાર કરીને બીજી આજ્ઞા ફરમાવે છે. ત્યાર પછી તે મલ્લદિનકુમારે મલ્લીકુમારીનું ચિત્ર દેરનાર ચિત્રકારના ઉરૂઓ, જાંઘાઓના સાંધાને કપાવી નાંખ્યા ને તેને દેશનિકાલની આજ્ઞા આપી ત્યાર બાદ તે ચિત્રકાર દેશ બહાર જવાની આજ્ઞા સાંભળીને પિતાને ઘેર આવ્યું. અને ત્યાંથી ભાડ-વાસણ વિગેરે બધી વસ્તુઓ લીધી. લઈને મિથિલા નગરીની બહાર નીકળે અને વિદેહ જનપદની વચ્ચે થઈને બનેવ સુરત,