________________
શારા શિખર
બંધુઓ! તે જમાનામાં વડીલોને કેટલી મર્યાદા રાખવામાં આવતી હતી ! આ તે રાજકુમારી છે. જ્યાં યુવાન રાજકુમારી હોય તેના પિતા કે ભાઈ પણ ન જઈ શકે. તેવી રાજકુળની મર્યાદા હતી. એટલે મલદિનકુમારને મલ્લીકુમારીનું ચિત્ર જોઈને એમ લાગ્યું કે અહીં તે મારા વડીલ બહેન બેઠાં છે ને હું તે અંતેઉર સાથે આવ્યો છું. તેમની સામે મારાથી કેમ જવાય? તમે મને કઈ એ વાત પણ ન કરી કે મોટી બહેન અહીં આવ્યા છે. ત્યારે ધાવમાતાએ કહ્યું કે હે પુત્ર! તું શા માટે શરમાય છે? આ સાક્ષાત મલીકુમારી નથી પણ ચિત્રકારે આબેહૂબ તેમના જેવું ચિત્ર દેર્યું છે. આ સાંભળીને મલ્લદિનકુમાર ક્રોધે ભરાઈને કહેવા લાગ્યો. અરે! એ તે કેણ અકાળે મૃત્યુને ચાહનાર, નિર્ધન, લજજા રહિત, શુતિ અને કીર્તિ રહિત ચિત્રકાર છે કે જેણે ગુરૂદેવ જેવા મારા પૂજનિક મેટા બહેનનું અહીં આબેહૂબ ચિત્ર દેર્યું છે? આ પ્રમાણે કહીને બન્ને વિત્ત ઘડ્યું આવેદ” તે ચિત્રકારને વધ કરવાની આજ્ઞા આપી.
મલીકુમારીનું દેરેલું ચિત્ર જોતાં તેમના ભાઈ ને જાગેલે ક્રોધ”:
મલ્લદિનકુમારને પોતાની બહેનનું ચિત્ર ચીતરનાર ચિત્રકાર ઉપર ખૂબ ક્રોધ ચઢ્યો. ક્રોધથી આંખે લાલચોળ થઈ ગઈ. એને ક્રોધ જોઈને પાસે ઉભેલાં માણસો પણ ધ્રુજી ઉઠયા. એમણે કહ્યું કે કેણ દુષ્ટ ચિત્રકારે મારા ગુરૂ સમાન બહેનનું ચિત્ર દોર્યું છે? પીંછી લઈને મારા ગુરૂદેવ સમાન બહેનનું ચિત્ર દેરીને તેમની ઘોર અશાતના કરી છે. માણસનું પુણ્ય જે પ્રબળ હોય તે તે ભડભડતી ચેહમાંથી બચી શકે છે. સૂતેલા સિંહને જગાડીને બચી શકે છે. સર્પના મુખમાં હાથ નાંખીને બચી શકે છે પણ ગુરૂની અશાતના કરનાર બચી શકતો નથી. ગુરૂની અશાતના જેવું બીજુ કઈ ઘોર પાપ નથી. ગુરૂની અશાતના કરનાર મહાન પાપ કર્મને ભાગી બને છે. મલદિનકુમારને મન તેમનાં વડીલ બહેન ગુરૂ સમાન પૂજનીક હતાં એટલે તેમનું ચિત્ર દોર્યું તે તેમને મન તે અશાતના હતી એટલે ક્રોધે ભરાઈને આજ્ઞા કરી કે જે ચિત્રકારે આ ચિત્ર દોર્યું હોય તેને વધ કરી નાંખે. આ તે રાજહુકમ હતા. તેને અનાદર કેણ કરી શકે ?
રાજાના માણસોએ બધાં ચિત્રકારોને બોલાવ્યા. ચિત્રકારોને બોલાવ્યા એટલે તેમના મનમાં તે એ આનંદ થયો કે આપણે સુંદર ચિત્ર દેર્યા છે તેથી યુવરાજકુમાર આપણું ઉપર વધુ પ્રસન્ન થઈને વધુ સારું ઈનામ આપવા બોલાવતાં હશે. કારણ કે જ્યારે આપણને તેમણે ધન આપ્યું ત્યારે તે ચિત્રસભા જઈ ન હતી. હવે જોયા પછી તેઓ વધુ પ્રસન્ન થયા હશે એટલે બધાં ચિત્રકારો હર્ષભેર ભેગા થયાં. ત્યારે રાજાના માણસે પૂછયું કે હે ચિત્રકાર સત્ય બોલજે. તમારામાંથી