________________
૮૨૪
શારદા શિખર ખબર પડી. આ મલ્લીકુમારી રાજાને પ્રાણથી પણ અધિક પ્રિય હતી. એટલે તેના માટે કેઈની વાતની ઉણપ રાખતાં ન હતાં. તેથી “સર જે સે મા તા લુવાર,
ન લાવેદ” તરત જ કુંભક રાજાએ સુવર્ણકાર સનીની શ્રેણી બેલાવી સોનીની શ્રેણી એટલે શું ? સોનીની શ્રેણી એટલે ૧-૨-૫ નહિ પણ મલ્લીકુમારીના કુંડળની સંધી સાંધવા માટે કુંભક રાજાએ પિતાની નગરીમાં જેટલાં કુશળ સોનીએ વસતા હતા તે બધાને પિતાના દરબારમાં બોલાવ્યા. ખુદ મહારાજાએ આટલાં બધા
નીઓને તેડાવ્યા એટલે બધા સોનીઓને હર્ષ થયે કે આપણને મહારાજા સાહેબ તેડાવે છે. તે આજે આપણને કેઈ મહત્વનું કામ સોંપશે. આપણે કાર્ય સુંદર રીતે કરીશું તે રાજા આપણાં ઉપર પ્રસન્ન થશે ને આપણું જિંદગીનું દરિદ્ર ટળી જશે. કારણ કે એ ક કહેવત છે કે જે ગામના રાજા રીઝે તે ન્યાલ કરી દે. અને જે ખીજ તે બેહાલ પણ કરી દે. કેમ બરાબર છે ને ? પણ તમે રીઝે તે શું કરે? એક-બે તાળી આપીને ખુશી બતાવી દે. (હસાહસ).
ગામનાં બધાં સનીઓ એકત્ર થયા. એકત્ર થઈને નિર્ણય કર્યો કે આપણે બધાએ ભેગા થઈને જવું. કારણ કે રાષ્ટ્રમાં, ગામમાં, સંઘમાં કે કુટુંબમાં ત્યાં જુઓ ત્યાં જે સંઘદૃન હોય, બધાનાં મત એક હોય તે તે ધાર્યું કાર્ય કરી શકે છે. પણ જે સંપ ને એકાગ્રતા ન હોય તે તેની શકિત છિન્ન ભિન્ન થઈ જાય છે. તે કાર્ય શોભતું નથી એટલે સોનીઓએ નિર્ણય કર્યો કે આપણામાંથી એકને નાયક બનાવે, બધા સોનીઓ સંપ કરી એકને નાયક બનાવી કુંભક રાજા પાસે આવ્યા. અને હાથ જોડીને જય-વિજય શબ્દ વડે રાજાને વધાવ્યા, વધાવીને નમ્રતાપૂર્વક છેલ્યા હે સ્વામી! અમારે ચોગ્ય સેવા ફરમાવે. ત્યારે કુંભક રાજાએ કહ્યું કે
तुम्भेणं देवाणुप्पिया। इमस्स दिव्वस्स कुंडल जुयलस्स संधि संधाडहे ।
હે દેવાનુપ્રિયે! તમે આ દિવ્યકુંડળ યુગલની સંધિને સાંધી લાવે, આ પ્રમાણે કહીને રાજાએ બધા સોનીઓના નાયકના હાથમાં એ દિવ્ય કુંડળની જોડી આપી. તે લઈને બધાં સનીએાએ કુંડળની જેડીની સાંધ સાંધી આપવાની રાજાની આજ્ઞાને શિરે માન્ય કરી અને તે દિવ્યકુંડળે લઈને બધા સોનીઓ તેમનાં બેસવાનાં સ્થાન હતાં ત્યાં આવ્યા. આવીને બધા ભેગા થઈને બેઠાં. કહેવત છે કે “ ઝાઝા હાથ રળિયામણું” ઘણાં હાથે કાર્ય સારી રીતે થઈ શકે. અને આ મહારાજાનું કામ જે સારું થાય તે આપણે બેડો પાર થઈ જાય ને બગડે તે દેશપાર. (હસાહસ) એટલે બધા સુવર્ણકારે ભેગાં થઈને ખૂબ ખંતથી મલ્લીકુમારીના કુંડળને સાંધવા મહેનત કરવા લાગ્યા. જાતજાતનાં સાધને, ઉપાયે તેમજ અનેક જાતની વ્યવસ્થાઓથી બને કુંડળીના તૂટેલા ભાગને સાંધવા માટે પ્રયત્ન કર્યા,